ભારત ની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને પાકિસ્તાન ના સ્ટાર ક્રિકેટર શોએબ મલિક ની જોડી દુનિયાભર માં ચર્ચા માં રહે છે. બંને ખેલાડીઓ ની જોડી ચાહકો ને ખૂબ જ પસંદ આવી રહી છે. જણાવી દઈએ કે આ કપલે વર્ષ 2010 માં ધામધૂમ થી લગ્ન કર્યા હતા.

બંને ના લગ્ન ને 12 વર્ષ થી વધુ સમય થઈ ગયો છે. જો કે છેલ્લા ઘણા દિવસો થી તેમના છૂટાછેડા ના સમાચાર સતત સામે આવી રહ્યા હતા. ભૂતકાળ માં, બંને પ્રખ્યાત ખેલાડીઓ ના છૂટાછેડા ના સમાચારો એ ઘણી હેડલાઇન્સ બનાવી હતી. જો કે, પાછળ થી દંપતી વચ્ચે બધું બરાબર ચાલ્યું.

હવે શોએબ મલિકે પણ છૂટાછેડા ના સમાચાર પર પોતાનું મૌન તોડ્યું છે. તેણે સાનિયા સાથે ના સંબંધો પર મોટું નિવેદન આપ્યું છે. તેણે ઈચ્છા શબ્દ નો ઉપયોગ કરીને તેના અને સાનિયા ના સંબંધો વિશે ઘણું બધું વ્યક્ત કર્યું છે. ચાલો જાણીએ શોએબે શું કહ્યું.

શોએબ અને સાનિયા ના છૂટાછેડા ની અફવા ભારત અને પાકિસ્તાન ના મીડિયા માં વાયરલ થઈ હતી. તે દરમિયાન બંને સેલિબ્રિટી એકસાથે પણ જોવા મળ્યા ન હતા. બંને લાંબા સમય થી સાથે જોવા મળ્યા ન હતા. આ પછી અટકળો લગાવવા માં આવી હતી કે બંને છૂટાછેડા લેવા ના છે.

હવે શોએબે એક કાર્યક્રમ દરમિયાન આ મુદ્દે વાત કરી છે. લાંબા સમય થી પત્ની સાથે જોવા ન મળવા અંગે શોએબે કહ્યું છે કે બંને નું શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત હતું. આ કારણે બંને સાથે ન આવી શક્યા. શોએબે એક ‘સ્પેશિયલ ઈદ શો’ દરમિયાન પોતાના સંબંધો માં થયેલા સંઘર્ષ ની ચર્ચા કરી હતી.

શોએબ અને સાનિયા એ સાથે ઈદ પણ મનાવી ન હતી. શોએબ ને પણ આ વાતનો અફસોસ છે. પત્ની સાનિયા અને પુત્ર ને યાદ કરતાં તેણે કહ્યું કે હું સાનિયા અને પુત્ર સાથે ઈદ પર હાજર નહોતો. હું ઈચ્છું છું કે હું આ બંને સાથે ઈદ મનાવી શકું.
શોએબે કહ્યું- સંબંધ પૂરો નથી થયો

શોએબે કહ્યું કે દરેક સંબંધ માં ઉતાર-ચઢાવ જોવા મળે છે. તેણે એ પણ સ્પષ્ટ કર્યું કે સાનિયા સાથે ના તેના સંબંધો પૂરા નથી થયા. જોકે, શોએબ ના આ નિવેદન બાદ પણ લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.

શોએબ-સાનિયા એ 2010 માં લગ્ન કર્યા હતા
ભારત ની સાનિયા મિર્ઝા અને પાકિસ્તાન ના શોએબ મલિક લગભગ 12 વર્ષ થી સાથે છે. બંનેએ વર્ષ 2010 માં લગ્ન કર્યા હતા.

લગ્ન બાદ શોએબ અને સાનિયા એક પુત્રના માતા-પિતા બન્યા હતા. દંપતી ના પુત્ર નું નામ ઇઝહાન મિર્ઝા મલિક છે. સાનિયા એ 2018 માં ઈઝાન ને જન્મ આપ્યો હતો. તેમનો પુત્ર ચાર વર્ષનો છે.