રાજકોટ આગકાંડ: ગુજરાત હાઈકોર્ટે સરકારને ઘેરી, શું ‘બીજી કોઈ દુર્ઘટના બને એ પહેલા કાર્યવાહી કરશો?’

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા  અહીં ક્લિક કરીને જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં

રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં આગ લાગવાની ભયાનક ઘટનામાં 27 લોકોએ પોતાનાં જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટના બાદ ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારની બેદરકારી પર સખત શબ્દો વાપર્યા છે અને કડક પગલાં લેવા માટે સૂચનાઓ આપી છે.

હાઈકોર્ટે સરકારને પ્રશ્ન કર્યો, “શું તમે બીજી કોઈ દુર્ઘટના બને એ પહેલા જ કાર્યવાહી કરશો?” કોર્ટે રાજ્ય સરકારને કમિશનરો અને કોર્પોરેશનના અધિકારીઓની જવાબદારી નક્કી કરવા કહ્યું. માત્ર ટ્રાન્સફર કરવાથી કામ નહીં ચાલે, એમ કોર્ટે સ્પષ્ટ કર્યું.

જસ્ટિસોએ સવાલ ઉઠાવ્યો કે શા માટે દુર્ઘટનાના જવાબદારો સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો નથી? રાજ્ય સરકારે ડિમોલેશનની નોટિસ બાદ પણ કોઈ પગલાં લીધા નહીં, એવી કોર્ટની ટકોર હતી.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા  અહીં ક્લિક કરીને જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં

રાજ્ય સરકારના એડવોકેટ જનરલે કોર્ટને જણાવ્યું કે SIT રિપોર્ટ બાદ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ કોર્ટે કડક શબ્દોમાં કહ્યું કે કમિશનરો પોતાની ઓફિસમાં બેસીને દુર્ઘટનાઓ પર હાથ ઉંચા કરી બોલ પાસ નહીં કરી શકે. તેમની જવાબદારી નક્કી કરવી જ પડશે.આ ઉપરાંત, કોર્ટે નોંધ્યું કે પોલીસે માત્ર ટિકિટ વેચવાનો જ પરવાનો આપ્યો હતો, જે સ્પષ્ટપણે અપૂરતું હતું. આ અંગે ત્વરિત કાર્યવાહી કરવાની જરૂર છે.

રાજકોટ આગકાંડની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચિંતાનું વાતાવરણ ઊભું કર્યું છે. લોકોમાં સરકારી સુરક્ષા પ્રણાલી પ્રત્યેનો વિશ્વાસ ડગમગી રહ્યો છે. આવા સંજોગોમાં હાઈકોર્ટના આદેશોનું પાલન અને જવાબદારીઓની સ્પષ્ટતા અનિવાર્ય બની ગઈ છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા  અહીં ક્લિક કરીને જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં

Subscribe to our Newsletter

Subscribe to our email newsletter to get the latest posts delivered right to your email.
Pure inspiration, zero spam ✨