શાહરૂખ ની દીકરી સુહાના અને અમિતાભ નો પૌત્ર અગસ્ત્ય એક જ પાર્ટી માં સાથે જોવા મળ્યા, પછી આવ્યા ડેટિંગ ના સમાચાર

‘સદી ના સુપરહીરો’ અમિતાભ બચ્ચન ના પૌત્ર અગસ્ત્ય નંદા અને અભિનેતા શાહરૂખ ખાન ની પુત્રી સુહાના ખાન નું નામ વારંવાર જોડવામાં આવે છે. બંને એકબીજા ને ડેટ કરી રહ્યા હોવાના અહેવાલો અવારનવાર સામે આવે છે. ફરી એકવાર આવા સમાચાર સામે આવી રહ્યા છે.

વાસ્તવમાં વાત એ છે કે સુહાના ખાન અને અગસ્ત્ય નંદા એક જ પાર્ટીમાં જોવા મળ્યા હતા. જ્યાં અગસ્ત્ય હાજર હતો ત્યાં સુહાના ખાન પણ પાર્ટી માંથી જતી જોવા મળી હતી. આ પછી ફરી અટકળો શરૂ થઈ ગઈ છે કે બંને વચ્ચે ચોક્કસપણે કંઈક ચાલી રહ્યું છે.

સોશિયલ મીડિયા પર બંને ની તસવીરો પણ સામે આવી છે. શુક્રવારે મુંબઈ માં એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં અગસ્ત્ય અને સુહાના સિવાય અન્ય ઘણા સ્ટારકિડ્સે પણ ભાગ લીધો હતો. આ દરમિયાન શાહરૂખ અને ગૌરી ખાન ની પુત્રી સુહાના શોર્ટ બોડીકોન ડ્રેસ માં જોવા મળી હતી. તે ખૂબ જ હોટ લાગી રહી હતી.

હાલ માં જ કાજલ આનંદે મુંબઈ માં જન્મદિવસ ની પાર્ટી નું આયોજન કર્યું હતું. તમને જણાવી દઈએ કે પ્રખ્યાત નિર્દેશક કરણ જોહર સિવાય કાજલ બોલિવૂડ ના ઘણા સેલેબ્સ ની સારી મિત્ર છે. અગસ્ત્ય અને સુહાના સિવાય આર્યન ખાન, ખુશી કપૂર, શનાયા કપૂર અને અનન્યા પાંડે પણ તેની બર્થડે પાર્ટીમાં પહોંચ્યા હતા.

સુહાના ની માતા ગૌરી ખાન અને અગસ્ત્યની માતા શ્વેતા બચ્ચન નંદા પણ આ પાર્ટીનો ભાગ હતી. આ જ પાર્ટી માં સુહાના એ પોતાના લુકથી બધાને ચોંકાવી દીધા હતા. બ્લેક ડ્રેસ માં તેની કિલર સ્ટાઇલ જોવા મળી હતી. ફેમસ સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાની એ ઈન્સ્ટાગ્રામ પર તેમનો એક વીડિયો શેર કર્યો છે.

અગસ્ત્ય એ સુહાના ને પોતાની પાર્ટનર કહી છે

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

સુહાના ખાન અને અગસ્ત્ય નંદા પણ ક્રિસમસ પાર્ટી દરમિયાન સાથે જોવા મળ્યા હતા. ખાસ વાત એ છે કે અગસ્ત્ય એ સુહાના નો પરિચય તેના પરિવાર સાથે કરાવ્યો હતો અને ત્યારબાદ તેણે સુહાના ને પોતાની પાર્ટનર કહી હતી.

સુહાના-અગસ્ત્ય નું ડેબ્યુ આ જ ફિલ્મ થી થઈ રહ્યું છે

સુહાના અને અગત્સ્યા આ વર્ષે બોલિવૂડ માં ડેબ્યૂ કરશે. બંને ફિલ્મ ‘ધ આર્ચીઝ’ માં જોવા મળશે. તેની સાથે યુવરાજ મેંડા, મિહિર આહુજા અને વેદાંગ રૈના પણ જોવા મળશે.

આ સેલેબ્સ પણ પહોંચ્યા હતા

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

કાજલ આનંદ ની બર્થડે પાર્ટી માં ઘણા સ્ટારકિડ્સ ઉપરાંત ઘણા સેલેબ્સ પણ પહોંચ્યા હતા. આ દરમિયાન કરણ જોહર અને પ્રખ્યાત અભિનેત્રી રાની મુખર્જી સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા.

બોલિવૂડ ની ઘણી ફિલ્મો માં કામ કરી ચૂકેલા એક્ટર સંજય કપૂર પણ આ પાર્ટી માં જોવા મળ્યા હતા. તેણે તેની પત્ની મહિપ કપૂર અને અભિનેતા સોહેલ ખાન ની પૂર્વ પત્ની સીમા સજદેહ સાથે પોઝ આપ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

બીજી તરફ સંજય કપૂર અને મહિપ કપૂર ની દીકરી શનાયા કપૂર પણ આ પાર્ટી નો ભાગ બની હતી. તે બ્લેક વન પીસ ડ્રેસ માં આવી હતી.

રિતેશ દેશમુખ પત્ની જેનેલિયા સાથે પહોંચ્યો હતો

riteish deshmukh

આ બર્થડે પાર્ટી માં અભિનેતા રિતેશ દેશમુખ પણ સામેલ થયો હતો. તે તેની પત્ની અને અભિનેત્રી જેનેલિયા ડિસોઝા સાથે પાર્ટી માં જોવા મળ્યો હતો.

Subscribe to our Newsletter

Subscribe to our email newsletter to get the latest posts delivered right to your email.
Pure inspiration, zero spam ✨