હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં
શનિ 29 જૂન 2024થી વક્રી અથવા ઉલટી ચાલ શરૂ કરી ચૂક્યા છે અને 15 નવેમ્બર 2024 સુધી આ સ્થિતિમાં રહેશે. શનિને રાશિ પરિવર્તન કરવામાં લગભગ અઢી વર્ષનો સમય લાગે છે. વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર, શનિ આ સમયે પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બિરાજમાન છે. શનિ આ રાશિમાં માર્ચ 2025 સુધી રહેશે. જાણો શનિના કુંભ રાશિમાં વક્રી થવાથી કઈ રાશિઓને થશે પરેશાની:

મેષ રાશિ: શનિના વક્રી થવાથી મેષ રાશિના જાતકોને આર્થિક મોરચે કોઈ મોટી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આ સાથે કારકિર્દીમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. વેપારીઓ માટે પણ આ સમયગાળો થોડો મુશ્કેલ રહેવાનો છે. આર્થિક બજેટ બનાવીને ચાલો, નહીંતર દેવું લેવાની નોબત આવી શકે છે.

સિંહ રાશિ: સિંહ રાશિના જાતકો માટે શનિની વક્રી સ્થિતિ નકારાત્મક પરિણામ લાવી શકે છે. આ દરમિયાન તમારે માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે. આર્થિક રીતે તમે પરેશાન રહી શકો છો. જવાબદારીઓ તમને વ્યસ્ત રાખી શકે છે. નોકરી-ચાકરીની સ્થિતિ સામાન્ય રહેવાની છે. સંબંધોમાં ઉતાર-ચઢાવ આવી શકે છે.

કન્યા રાશિ: કન્યા રાશિવાળાઓ માટે વક્રી શનિ અશુભ પરિણામ લાવી શકે છે. શનિની વક્રી અવસ્થામાં કન્યા રાશિવાળાઓને આર્થિક, શારીરિક અને માનસિક કષ્ટ પહોંચી શકે છે. આ સમયગાળામાં તમે કાનૂની ઝંઝટમાં પડી શકો છો. સ્વાસ્થ્ય માટે થોડા સતર્ક રહો. આર્થિક બજેટ બગડી શકે છે. નોકરી-વ્યવસાયમાં તમને મહેનત અનુસાર પરિણામ પ્રાપ્ત નહીં થાય.

કર્ક રાશિ: વક્રી શનિ કર્ક રાશિવાળાઓ માટે મુશ્કેલીઓ ઊભી કરશે. આ સમય તમારા માટે આર્થિક અને પારિવારિક રીતે પરેશાનીભર્યો રહી શકે છે. આ દરમિયાન મુસાફરીથી બચો, નહીંતર આર્થિક નુકસાનના સંકેત છે.

મીન રાશિ: મીન રાશિવાળાઓ માટે શનિની વક્રી અવસ્થા લાભકારક રહેવાની નથી. તમે કાર્યસ્થળે કામનો બોજ અનુભવી શકો છો. શનિના વક્રી થવાથી તમને આર્થિક મોરચે લાભ અને નુકસાન બંને થઈ શકે છે. નાણાંકીય બાબતોમાં સાવધાની રાખો.
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં