ટીવી જગત ની સૌથી લોકપ્રિય સિરિયલ ભાભી જી ઘર પર હૈ ના મુખ્ય લીડ અંગૂરી ભાભી એટલે કે શુભાંગી અત્રે આ દિવસો માં માલદીવ માં ઉનાળા ની રજાઓ મનાવી રહી છે. શુભાંગી અત્રે એ તેના વેકેશન ની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેમાં શુભાંગી બિકીની થી લઈ ને શોર્ટ ડ્રેસ માં જોવા મળી રહી છે.
શિવાંગી ના આ બોલ્ડ લુક ને જોઈને તેના તમામ ફેન્સ આ તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે. શુભાંગી ની તસવીર માં તે સ્વિમિંગ પૂલ માં હળવા મૂડ માં જોઈ શકાય છે અને તેની પાસે વિવિધ પ્રકાર ની વાનગીઓ સાથે નું ડાઈનિંગ ટેબલ પણ છે. આ સિવાય તેણે સેલ ની સાથે બ્લેક કલર ના ગોગલ્સ પણ કેરી કર્યા છે, જેમાં તેનો લુક ખૂબ જ બોલ્ડ જણાવવામાં આવી રહ્યો છે.
આ સિવાય એક તસવીર માં તે દરિયા કિનારે વેસ્ટર્ન ડ્રેસ માં પોઝ આપતી જોઈ શકાય છે. તેની સુંદરતા અને ગ્લેમરસનો કોઈ જવાબ નથી. શુભાંગીની આ તમામ તસવીરો પર તેના ફેન્સ દ્વારા સતત કોમેન્ટ કરવા માં આવી રહી છે. અંગૂરી ભાભી નો આટલો બોલ્ડ અવતાર જોઈને તેના તમામ ફેન્સ દંગ રહી ગયા છે પરંતુ એક તરફ તેના ક્યૂટ સ્ટાઈલ ના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે.
View this post on Instagram
સીરિયલ માં શુભાંગી ને અંગૂરી ભાભીના પાત્રમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે અને તેની માસૂમિયત અને હાસ્ય ને કારણે શો ની ટીઆરપી અત્યાર સુધી બની રહી છે. શુભાંગી અત્રે પહેલા અંગૂરી ભાભી નું પાત્ર શિલ્પા શિંદે સાથે હતું પરંતુ શિલ્પા ના પ્રોડક્શન હાઉસ સાથેના કેટલાક અણબનાવ ને કારણે આ પાત્ર ને શુભાંગી અત્રે ને ખસેડવા માં આવ્યું હતું અને ત્યારથી અત્યાર સુધી શુભાંગી અંગૂરી ભાભી નું પાત્ર ભજવી રહી છે. શુભાંગી અત્રે પણ તેના પાત્ર અંગૂરી ને પ્રેમ કરે છે.