...

અનિલ અંબાણીની સાળી સાથે મળો, જેમનો બોલિવૂડ સાથે ખાસ સંબંધ છે, સુંદરતામાં બહેન ટીનાથી ઓછી નથી

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા  અહીં ક્લિક કરીને જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં

ટીના અંબાણી (ટીના મુનિમ)નો જન્મ ગુજરાતના એક બિઝનેસ પરિવારમાં થયો હતો. ટીના ખૂબ નાની ઉંમરે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું લોકપ્રિય નામ બની ગઈ હતી. ટીના મુનિમે 1975માં ફેમિના ટીન પ્રિન્સેસનો ખિતાબ જીત્યો હતો અને પછી 1978માં બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. ટીના મુનિમની પ્રથમ ફિલ્મ ‘દેસ પરદેસ’ દેવ આનંદ સાથે હતી. ટીના અંબાણીએ ‘કર્જ’, ‘સૌતન’ જેવી ફિલ્મોમાં કામ કર્યું અને પછી 1991માં અનિલ અંબાણી સાથે લગ્ન કર્યા બાદ ફિલ્મી દુનિયાને અલવિદા કહી દીધી.

ટીના અંબાણીની બહેન

પરંતુ શું તમે ટીના અંબાણીની એ બહેન વિશે જાણો છો જેમનો બોલિવૂડ સાથે ખાસ સંબંધ છે? હા, અમે ટીના અંબાણીની બહેન ભાવના મોતીવાલા (ભાવના મુનિમ) વિશે વાત કરી રહ્યા છીએ. ભાવના મોતીવાલાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોસ્ટ્યુમ ડિઝાઈનર તરીકે કામ કર્યું છે. ભાવનાએ ‘રોકી’ (1981), ‘સૌતન’ (1983) અને ‘આખિર ક્યોં?’ (1985) જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

ભાવના મોતીવાલાનો પરિવાર

ટીના અંબાણીની બહેન ભાવનાના લગ્ન તુષાર મોતીવાલા સાથે થયા છે. અને તેમને બે બાળકો છે – અંતરા મોતીવાલા અને કરણ મોતીવાલા. ટીના અંબાણીની બહેન ભાવનાનો ફિલ્મી દુનિયા સાથે કોસ્ટ્યુમ ડિઝાઈનર તરીકે સંબંધ તો રહ્યો જ છે. સાથે જ ભાવનાનો અનિલ કપૂરના પરિવાર સાથે પણ ખાસ સંબંધ છે.

ટીના અંબાણીની ભાણેજી અને ભાવના મોતીવાલાની પુત્રી અંતરા મોતીવાલાના લગ્ન અનિલ કપૂરના ભાણેજ મોહિત મારવાહ સાથે થયા છે. ટીના અંબાણી અવારનવાર પોતાની ભાણેજી અને તેના પતિ મોહિત મારવાહ સાથે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતી રહે છે.

ટીના અંબાણી પોતાની બહેનો સાથે અવારનવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. સિબલિંગ્સ ડે પર પણ ટીના અંબાણીએ પોતાની બહેનો સાથે ફોટો શેર કર્યો હતો. અને કેપ્શનમાં લખ્યું હતું – ‘મારી બહેનો… મારી સપોર્ટ સિસ્ટમ, મારું બધું’. અનિલ અંબાણીની પત્ની ટીના અંબાણીની બે જોડિયા બહેનો પણ છે, જેમનું નામ જગરુબેન અને હરિનાબેન છે. ટીના પોતાની બહેનો અને પરિવાર પર અવારનવાર સોશિયલ મીડિયા પર પ્રેમ વરસાવતી જોવા મળે છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા  અહીં ક્લિક કરીને જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં

Subscribe to our Newsletter

Subscribe to our email newsletter to get the latest posts delivered right to your email.
Pure inspiration, zero spam ✨