...

૪ સપ્ટેમ્બરના રોજ બુધનું સિંહ રાશિમાં ગોચર: તુલા, સિંહ અને કુંભ સહિત આ ૬ રાશિઓને મળશે શુભ ફળ

[whatsapp_group link=”https://chat.whatsapp.com/BfJEIyk9Zyl63Bdvnj805I” text=”જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં”]

ગ્રહોના રાજકુમાર બુધ કોઈપણ રાશિમાં લગભગ 21 દિવસ રહે છે અને ત્યારબાદ બીજી રાશિમાં ગોચર કરે છે. બુધ બુદ્ધિ, વાણી, તર્ક, ચતુરાઈ અને મિત્ર વગેરેનું કારક માનવામાં આવે છે. હાલમાં બુધ કર્ક રાશિમાં ગોચર કરી રહ્યા છે અને સપ્ટેમ્બરની શરૂઆતમાં જ સૂર્યની સિંહ રાશિમાં પ્રવેશ કરશે. બુધના સિંહ રાશિમાં જવાથી કેટલીક રાશિઓને સકારાત્મક પરિણામો મળશે. જાણીએ બુધનું સિંહ રાશિમાં ગોચર ક્યારે થશે અને આ રાશિ પરિવર્તન કઈ રાશિઓ માટે શુભ રહેશે –

બુધનું સિંહ રાશિમાં ગોચર કઈ રાશિઓ માટે શુભ –

જ્યોતિષી દિવાકર ત્રિપાઠીના મતે ભાદ્રપદ શુક્લ પક્ષ પ્રતિપદા તિથિ ૪ સપ્ટેમ્બર ૨૦૨૪, બુધવારના રોજ દિવસમાં ૧૦:૩૦ પછી બુધનું સિંહ રાશિમાં પ્રવેશ થશે. વૃષભ, મિથુન, સિંહ, તુલા, ધનુ અને કુંભ રાશિવાળાઓ માટે બુધનું રાશિ પરિવર્તન ખાસ ફાયદાકારક રહેશે. આ ગોચર તમારા પ્રેમ જીવન, કરિયર, વ્યવસાય અને આર્થિક જીવન માટે સારું રહેશે. ધનની સ્થિતિ સારી રહેશે. નોકરી અને વ્યવસાયમાં સકારાત્મક પરિણામ મળશે. પરિવારનું જીવન સારું રહેશે. આ અવધિમાં તમને સકારાત્મક પરિણામ મળવાથી તમે ખુશ રહેશો.

સપ્ટેમબરમાં જ બુધ બીજી વખત કરશે ગોચર – સપ્ટેમબરમાં બુધ એક નહીં પરંતુ બે વાર રાશિ પરિવર્તન કરશે. દ્રિક પંચાંગ મુજબ, ૪ સપ્ટેમબર પછી બુધનું ગોચર ૨૩ સપ્ટેમબરે થશે. ૨૩ સપ્ટેમબરે બુધ સવારે ૧૦ વાગીને ૧૫ મિનિટે કન્યા રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, બુધ કન્યા અને મિથુન રાશિના સ્વામી છે. આવામાં બુધનું સ્વરાશિમાં ગોચર કેટલીક રાશિઓને લાભદાયક પરિણામ આપશે. કન્યા રાશિ પછી બુધનું ઓક્ટોબરમાં તુલા રાશિમાં પ્રવેશ થશે.

[whatsapp_group link=”https://chat.whatsapp.com/BfJEIyk9Zyl63Bdvnj805I” text=”જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં”]

 

Subscribe to our Newsletter

Subscribe to our email newsletter to get the latest posts delivered right to your email.
Pure inspiration, zero spam ✨