સ્વાસ્થય માટે દૂધી નો જ્યુસ ખુબ જ ફાયદા કારક છે. અને જો વજન ઉતારવું હોય તો દૂધી નો જ્યુસ ખાસ કરીને ખુબ જ અસરકારક છે. પરંતુ જો તમારે જ્યુસ ને સ્વાદિષ્ટ તો આ રેસિપી પ્રમાણે બનાવજો। આના થી આ વજન ઉતારવા માટે વધારે અસરકારક પણ બનશે
સામગ્રી:
આ જ્યુસ બનાવા માટે તમારે જરૂર પડશે:
- અડધી દૂધી
- 10 ફુદીના ના પાન
- મેરિનો પાવડર – 1 ચપટી
- મીઠું – 1 ચપટી
- લીંબુ નો રસ – 1 ચમચી
- પાણી – જરૂરત ના અનુસાર
બનાવા ની રીતઃ
દૂધી ને ધોઈ ને તેના નાના ટુકડા કરી લેવા। પાણી, ફુદીના ના પાન અને દૂધીના ટુકડા મિક્સર માં ક્રશ કરી લો. જે રસ બને એને ગરણી માં ગાળી લેવો
સ્વાદિષ્ટ બનાવા આટલુ ઉમેરોઃ .
જે દુધિ નો રસ તૈયાર થયો એમાં ચપટી મીઠું, ચપટી મારી નો પાવડર અને લીંબુ નો રસ ભેળવી ને પીવો। ખુબ સ્વાદિષ્ટ લાગશે।
ધ્યાન રાખવાની વાત:
દૂધી ઝહેરી હોય તો જ્યુસ કડવો લાગી શકે છે. આને ભૂલ થી પણ ના પીશો
ફાયદાઃ
વજન ઘડતાવમાં દૂધી નો જ્યુસ ખુબ મદદ કરે છે. અપચો અને કબજિયાત ની સમસ્યા વાળા દર્દી માટે આ જ્યુસ ખુબ જ ફાયદાકારક છે.
શરીરને સાફ રાખે છે:
દૂધી નો જ્યુસ વિટામિન સી, બી, સોડિયમ, આયર્ન અને પોટેશિયમ જેવા ફાયદાકારક તત્વો થી ભરપૂર હોય છે. ચરબી અને કોલેસ્ટ્રોલ ઘટાડવાના ગુણો થી ભરપૂર હોય છે. શરીર ના તમામ ઝેરી તત્વો મારીને શરીર ને સાફ રાખે છે.
શરીરને ઠંડક આપે છેઃ
દૂધી ના જ્યુસ માં ભરપૂર માત્રા માં પાણી હોવાથી આ શરીર ને ઠંડક આપે છે. શરીર માં થી પાણી પૂરું પાડે છે જે આપડે પરસેવા, પેશાબ અથવા કોઈ બીજી રીતે ગુમાવ્યું હોય છે. સાથે સાથે શરીર ને ઠંડુ રાખવા માં મદદ કરે છે
પેશાબને લગતી સમસ્યામાં ફાયદોઃ
દૂધી નો રસ શરીર માં તમામ ના કામના તત્વો નો નાશ કરે છે અને બહાર નિકાસ કરે છે. પેશાબ માર્ગ ને લાગતી કોઈ પણ સમસ્યા નો ઉકેલ દૂધી ના રસ થી મળે છે. વધુ ફાયદા માટે એમાં લીંબુ નો રસ ઉમેરવો