...

માસિક રાશિફળ, ફેબ્રુઆરી 2025: જાણો આગામી મહિનામાં તમારા અધૂરા કાર્યો પૂર્ણ થશે કે નહીં

[whatsapp_group link=”https://chat.whatsapp.com/BfJEIyk9Zyl63Bdvnj805I” text=”જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં”]

મેષ

આ મહિનો મેષ રાશિના લોકો માટે મિશ્રણ પરિણામ આપવાવાળો સાબિત થશે.કાર્યક્ષેત્ર માં સારી સફળતા મળશે કારણકે સુર્ય મહારાજ 12 ફેબ્રુઆરી થી તમારા એકાદશ ભાવમાં જશે જેનાથી તમને સરકારી વિભાગ માંથી લાભ નો યોગ બનશે અને તમારી આવકમાં વધારો થશે.કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી આ મહિનો તમારા માટે ઠીક થાક રેહવાની સંભાવના છે.મહિનાની શુરુઆત માં સુર્ય અને બુધ તમારા દસમા ભાવમાં બિરાજમાન રહેશે જેનાથી કાર્યસ્થળ માં સારી સફળતા મળશે.જો વિદ્યાર્થી ની વાત કરીએ તો મહિનાની શુરુઆત તમારા માટે ઉતાર-ચડાવ થી ભરેલી રહેશે કારણકે શનિ એકાદશ ભાવમાં બેસીને તમારા પાંચમા ભાવને જોશે જેનાથી તમને શિક્ષણ માં કંઈક રુકાવટ આવી શકે છે.આ મહિનો પારિવારિક રીતે ઠીક થાક રેહવાની સંભાવના છે.દસમા ભાવમાં સુર્ય અને બુધ બેસીને તમારા ચોથા ભાવને પુરી સાતમી નજર થી જોશે જેનાથી પારિવારિક જીવન ખુશાલ રહેશે.જો મેષ રાશિ ના લોકોના પ્રેમ સબંધ ની વાત કરીએ તો મહિનાની શુરુઆત થોડી કમજોર રહેશે.શનિ મહારાજ ની નજર પાંચમા ભાવ ઉપર હોવાથી તમારા પ્યાર ની પરીક્ષા થશે.જો તમારી આર્થિક સ્થિતિ ને જોઈએ તો આ મહિનો તમારા માટે મિશ્રણ પરિણામ લઈને આવશે.આ મહિનો આરોગ્યના દ્રષ્ટિકોણ થી મધ્ય્મ રેહવાની સંભાવના છે.છથા ભાવમાં આખો મહિનો કેતુ મહારાજ બિરાજમાન રહેશે.એના પરિણામસ્વરૂપ આરોગ્ય થોડું કમજોર રહેશે.

વૃષભ

આ મહિનો વૃષભ રાશિના લોકો માટે અનુકુળ રેહવાની સંભાવના છે પરંતુ તમારે તમારા કાર્યક્ષેત્ર માં થોડી સાવધાનીઓ સાથે ચાલવું પડશે એટલે તમારી કોઈની સાથે મારપીટ કે કહાસુની નહિ થાય તો તમારે નોકરીમાં સમસ્યા નો સામનો કરવો પડી શકે છે.કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી આ મહિનો સાવધાની રાખવાવાળો મહિનો છે.મહિનાની શુરુઆત માં તમારી રાશિ માં ગુરુ મહારાજ રહેશે અને દસમા ભાવમાં શનિ મહારાજ બિરાજમાન થશે.જો વિદ્યાર્થી ની વાત કરીએ તો મહિનાની શુરુઆત થોડી કમજોર રહી શકે છે.શુક્ર અને રાહુ નો પ્રભાવ પાંચમા ભાવ ઉપર થવો અને પાંચમા ભાવમાં કેતુ મહારાજ ની હાજરી હોવાથી તમે એમતો અભ્યાસ માં બિલકુલ મન નહિ લગાડી શકો કે જરૂરત કરતા વધારે મન લગાડશો.આ મહિનો પારિવારિક રીતે ઉતાર-ચડાવ થી ભરેલો રેહવાની સંભાવના છે.વિષમ ભાવમાં શનિ મહારાજ આખો મહિનો બિરાજમાન રહેશે જેનાથી તમે તમારા કામમાં એટલા બધા વ્યસ્ત રેહશો કે પરિવારના લોકોને જરાક પણ સમય નહિ આપું શકો.જો તમારા પ્રેમ સબંધ ની વાત કરીએ તો પાંચમા ભાવમાં હાજર કેતુ મહારાજ ના કારણે તમારે પ્રેમ સબંધ માં ધોખા ની સ્થિતિ નો સામનો કરવો પડી શકે છે.કે એવું બની શકે છે કે તમને એવું લાગશે કે તમારા સાથી તમારા થી કંઈક છુપાવી રહ્યા છે અથવા તમારાથી દુર જઈ રહ્યા છે કે હવે એની તમારા માં રુચિ નથી રહી.જો તમારી આર્થિક સ્થિતિ ને જોવામાં આવે તો આ મહિનો તમારા માટે બહુ સારો અને અનુકુળ રેહવાની સંભાવના છે.આ મહિનો આરોગ્ય ના દ્રષ્ટિકોણ થી ઠીક-થાક રેહવાની સંભાવના છે.

મિથુન

આ મહિનો મિથુન રાશિ માટે ઉતાર ચડાવ થી ભરેલો રહેવાનો છે.તમારે આ મહિને તમારા ગુસ્સા ઉપર કાબુ રાખવાની જરૂરત પડશે નહિ તો તમે એના કારણેજ ઘણી બધી મુસીબતો ને તમારા માથા ઉપર લઇ શકો છો.કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી આ મહિનો ઉતાર-ચડાવ થી ભરેલો રહેશે.મહિનાની શુરુઆત માં રાહુ અને શુક્ર દસમા ભાવમાં બિરાજમાન રહેશે જેનાથી તમે કાર્યસ્થળ પર ખુશી-ખુશી પોતાનું કામ કરતા રેહશો અને મોજ મસ્તી પણ કરશો.જો વિદ્યાર્થી ની વાત કરીએ,તો આ મહિનો અનુકુળ રેહવાની સંભાવના છે.પાંચમા ભાવ નો સ્વામી શુક્ર મહારાજ તમારા દસમા ભાવમાં પોતાની ઉચ્ચ રાશિ મીન માં બિરાજમાન થશે.આ મહિનો પારિવારિક રીતે ઉતાર ચડાવ થી ભરેલો રેહવાની સંભાવના છે.ચોથા ભાવમાં આખો મહિનો કેતુ અને દસમા ભાવમાં રાહુ મહારાજના બિરાજમાન થવાથી પારિવારિક જીવનમાં ઉથલ-પુથલ મચી જશે.જો તમારા પ્રેમ સબંધ ની વાત કરવામાં આવે તો આ મહિનો તમારા માટે ઠીક થાક રહી શકે છે.પાંચમા ભાવનો સ્વામી શુક્ર મહારાજ ઉચ્ચ નો થઈને કેન્દ્ર ભાવમાં રહેશે.જો તમારી આર્થિક સ્થિતિ ને જોવામાં આવે તો આ મહિનો તમારા માટે ખર્ચ થી ભરેલો રહેવાનો છે.આ મહિનો આરોગ્યના દ્રષ્ટિકોણ થી ઉતાર-ચડાવ થી ભરેલો રહેવાનો છે.તમારી રાશિના સ્વામી બુધ મહારાજ મહિનાની શુરુઆત માં આઠમા ભાવમાં અસ્ત અવસ્થા માં સુર્ય મહારાજ ની સાથે રહેશે.

કર્ક

આ મહિનો કર્ક રાશિ ના લોકો માટે મધ્યમ થી થોડો સારો રેહવાની સંભાવના છે તમારા ખર્ચા માં તો વધારો થશે પરંતુ આવક બહુ વધારે થશે.આનાથી તમે આવક અને ખર્ચ ની વચ્ચે શાંતિ રાખીને આર્થિક સ્થિતિ ને સારી બનાવી શકશો.કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી આ મહિનો કર્ક રાશિના લોકો માટે મિશ્રણ પરિણામ આપવાવાળો સાબિત થશે.જો વિદ્યાર્થીઓ ની વાત કરીએ તો આ મહિનો તમારા માટે બહુ સારો રેહવાની સંભાવના છે.પાંચમા ભાવ નો સ્વામી મંગળ મહારાજ દ્રાદશ ભાવમાં બિરાજમાન રહેશે જેનાથી વિદ્યાર્થીઓ ને શિક્ષણ ના ઉદ્દેશ થી વિદેશ જવામાં સફળતા મળી શકે છે.આ મહિનો પારિવારિક રીતે સંતુલિત રેહવાની સંભાવના છે.ચોથા ભાવ નો સ્વામી શુક્ર મહારાજ આખો મહિનો નવમા ભાવમાં રાહુ મહારાજ ની સાથે બિરાજમાન રહેશે અને દસમા ભાવ નો સ્વામી શુક્ર મંગળ મહારાજ દ્રાદશ ભાવમાં બિરાજમાન રહેશે.જો તમે કોઈ પ્રેમ સબંધ માં હોવ તો તમારા માટે આ મહિનો ઠીક થાક રેહવાની સંભાવના છે.જો તમારી આર્થિક સ્થિતિ ને જોવામાં આવે તો આ મહિનો ખર્ચા થી ભરેલો રહેશે.આ મહિનો આરોગ્યના દ્રષ્ટિકોણ થી ઉતાર-ચડાવ થી ભરેલો રહેશે.તમારે આ મહિને ખાસ રૂપે મહિનાના પૂર્વાધ માં આરોગ્ય ઉપર ધ્યાન દેવાની જરૂરત પડશે.આઠમા ભાવમાં આખા મહિના શનિ મહારાજ અને સાતમા ભાવમાં સુર્ય અને બુધ ની હાજરી રહેશે.એની સાથેજ મંગળ મહારાજ દ્રાદશ ભાવમાં બિરાજમાન રહેશે.

સિંહ

આ મહિનો તમારા માટે સારો રેહવાની સંભાવના છે.મહિનાની શુરુઆત માં રાહુ અને શુક્ર આઠમા ભાવમાં અને સુર્ય,બુધ છથા ભાવમાં છતાં કેતુ બીજા ભાવમાં અને શનિ દસમા ભાવમાં હોવાના કારણે,આરોગ્ય સમસ્યા તમને પરેશાન કરી શકે છે.તમારે બહુ વધારે ધ્યાન આપવું પડશે.તમારે ખાવા-પીવા ની આદત માં સુધારો કરવો જોઈએ નહીતો તમે પરેશાની માં મુકાય શકો છો.લગ્ન જીવન માટે આ સમય ઉતાર ચડાવ થી ભરેલો રહેવાનો છે.પરંતુ,પ્રેમ સબંધો માં જો તમે થોડી સાવધાની રાખશો તો સ્થિતિઓ ઠીક થઇ શકે છે તો પણ તમારે તમારા પ્રિયતમ ના ગુસ્સા નો સામનો કરવો પડી શકે છે.તમારી આવક સારી રહેશે પરંતુ એ પૈસા ને કોઈ બીજી જગ્યા એ રોકાણ કરવાથી તમને નુકશાન થઇ શકે છે.વેપાર માટે લાંબી યોજનાઓ બનાવી તમારા માટે કારગર સાબિત થશે જયારે નોકરી કરતા લોકોએ પોતાના કામમાં ભરોસો રાખીને સારું પ્રદશન કરવા માટે પ્રયાસરત રેહવું પડશે ત્યારે તમે કાર્યક્ષેત્ર માં સારું કરી શકશો.તમે જયારે પણ કોઈની સાથે વાતચીત કરશો ત્યારે થોડી સાવધાની રાખવી જોઈએ.બીજા ભાવમાં કેતુ ની હાજરી શબ્દો દ્વારા સામેવાળા ને તમારી વાત નો ખોટો મતલબ કાઢવાથી તમારા સબંધ બગડી શકે છે. કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી આ મહિનો ઉતાર-ચડાવ છતાં તમને થોડો લાભ આપી શકે છે.જો વિદ્યાર્થીઓ ની વાત કરીએ તો પાંચમા ભાવનો સ્વામી દેવગુરુ ગુરુ મહિનાની શુરુઆત થીજ તમારા દસમા ભાવમાં બિરાજમાન રહેશે.આ મહિનો પારિવારિક રીતે અનુકુળ રેહવાની સંભાવના છે.

કન્યા

કન્યા રાશિમાં જન્મેલા લોકો માટે આ મહિનો મધ્યમ રૂપથી ફળદાયક રેહવાની સંભાવના છે.કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી આ મહિનો ઠીક થાક રેહવાની સંભાવના છે.છથા ભાવમાં શનિ મહારાજ પોતાનીજ રાશિમાં શનિ મહારાજ પોતાનીજ રાશિમાં બિરાજમાન રહેશે અને દસમા ભાવમાં મંગળ મહારાજ પણ હાજર રહેશે.જો વિદ્યાર્થીઓ ની વાત કરીએ તો તમારા માટે મહિનાની શુરુઆત બહુ સારી રહેશે પરંતુ બુધ અને સુર્ય તમારા પાંચમા ભાવમાં બેસીને બુધાદિત્ય યોગ બનાવશે જે તમારી બુદ્ધિ ને તેજ બનાવામાં મદદગાર સાબિત થશે.આ મહિનો પારિવારિક રીતે ઉતાર-ચડાવ થી ભરેલો રહેવાનો છે.પરંતુ અમુક હદ સુધી સારા પરિણામ પણ મળશે.જો તમે કોઈ પ્રેમ સબંધ માં છો તો તમારા માટે આ મહિનો શુરુઆત માં બહુ સારો રહેશે.બુધ અને સુર્ય નો બુધાદિત્ય યોગ તમારા પ્રિયતમ ને સોચ વિચાર કરવા માટે સારી શક્તિ આપશે.જો તમારી આર્થિક સ્થિતિ ને જોવામાં આવે તો આ મહિનો ઠીક થાક રેહવાની સંભાવના છે.બુધ અને સુર્ય મહિનાની શુરુઆત માં તમારા પાંચમા ભાવમાં બેસીને એકાદશ ભાવને જોશે જેનાથી તમારી આવક માં વધારો થશે.આ મહિનો આરોગ્યના દ્રષ્ટિકોણ થી મધ્યમ રેહવાની સંભાવના છે.તમારી રાશિમાં આખો મહિનો કેતુ મહારાજ બિરાજમાન રહેશે અને સાતમા ભાવમાં રાહુની હાજરી શુક્ર સાથે રહેશે.મંગળ પણ દસમા ભાવમાં બેસીને તમારી રાશિ ને જોશે જેનાથી આરોગ્ય સમસ્યા વધી શકે છે.

[whatsapp_group link=”https://chat.whatsapp.com/BfJEIyk9Zyl63Bdvnj805I” text=”જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં”]

તુલા

તુલા રાશિમાં જન્મેલા લોકો માટે આ મહિનો ઠીક થાક રેહવાની સંભાવના છે.આરોગ્ય સમસ્યાઓ પર તો તમને મહિનાની શુરુઆત થી લઈને છેલ્લે સુધી ધ્યાન આપવાની જરૂરત પડશે કારણકે તમારો રાશિ સ્વામી શુક્ર રાહુ ની સાથે છથા સ્થાન માં રહેશે જેનાથી આરોગ્ય સમસ્યાઓ વધી શકે છે.કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી આ મહિનો ઉતાર-ચડાવ થી ભરેલો રહેવાનો છે.તમારે કાર્યક્ષેત્ર માં થોડી ચુનોતીઓ નો સામનો કરવા માટે તૈયાર રેહવું જોઈએ.જો વિદ્યાર્થીઓ ની વાત કરીએ તો તમારા માટે આ મહિનો મધ્યમ રહેવાનો છે.પાંચમા ભાવ નો સ્વામી શનિ મહારાજ પાંચમા ભાવમાંજ બિરાજમાન રહેશે જે તમને અભ્યાસ કરવા માટે હંમેશા ઉત્સાહિત કરશે.આ મહિનો પારિવારિક જીવન માટે ઠીક થાક રેહવાની સંભાવના છે.ચોથા ભાવમાં મહિનાના પૂર્વાધ માં સુર્ય અને બુધ બિરાજમાન રહેશે જે તમારા પારિવારિક જીવનને સંભાળશે અને એમાં આવી રહેલી સમસ્યાઓ ને દુર કરશે.જો તમારા પ્રેમ સબંધ ની વાત કરીએ તો એમના માટે આ સમય મધ્યમ રહેશે.પાંચમા ભાવનો સ્વામી શનિ મહારાજ પાંચમા ભાવમાંજ બિરાજમાન રહેશે જે તમારા પ્રેમ સબંધ માં ગહેરાઈ લઈને આવશે.જો તમારી આર્થિક સ્થિતિ ને જોઈએ તો આ મહિને ઉતાર-ચડાવ નો યોગ દેખાઈ રહ્યો છે.એકબાજુ તો શનિ મહારાજ પાંચમા ભાવમાં બેસીને એકાદશ ભાવને જોશે અને તમારી આર્થિક સ્થિતિ ને મજબુતી આપશે જેનાથી તમને પૈસા મળતા રહેશે.આ મહિનો આરોગ્ય ના દ્રષ્ટિકોણ થી થોડો કમજોર રેહવાની સંભાવના છે.એકબાજુ થી જોયું જાય તો તમારી રાશિ સ્વામી શુક્ર ઉચ્ચ રાશિગત છે જે તમને સારું આરોગ્ય આપશે પરંતુ બીજી બાજુ એ છથા ભાવમાં રાહુ ની સાથે.

વૃશ્ચિક

આ મહિનો વૃશ્ચિક રાશિના લોકો માટે સંતુલિત રેહવાની સંભાવના દેખાઈ રહી છે.થોડી સમસ્યાઓ ઉપર ધ્યાન આપવું પડશે નહીતો તમારી સ્થિતિ ઠીક થાક રહેશે.કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી આ મહિનો સારો રેહવાની સંભાવના છે.દસમા ભાવના સ્વામી સુર્ય મહારાજ ત્રીજા ભાવમાં મહિનાની શુરુઆત માં બિરાજમાન રહેશે અને એની સાથે બુધ રહેશે જે બુધાદિત્ય યોગ બનાવશે જેનાથી કાર્યક્ષેત્ર માં તમારી બુદ્ધિ ની પ્રશંશા થશે.જો વિદ્યાર્થીઓ ની વાત કરીએ તો આ મહિનો તમારા માટે કમજોર રેહવાની સંભાવના છે.આ મહિનો પારિવારિક રીતે મધ્યમ રેહવાની સંભાવના છે.જો તમે કોઈ પ્રેમ સબંધ માં છો તો તમારા માટે આ મહિનો બહુ અનુકુળ રહેવાનો છે.રાહુ અને ઉચ્ચ નો શુક્ર પાંચમા ભાવમાં બિરાજમાન રહેશે જેનાથી પ્રેમ સબંધો માં પ્રગતિ આવશે.જો તમારી આર્થિક સ્થિતિ ને જોવામાં આવે તો આ સમય તમારા માટે ઠીક થાક રહેવાનો છે.રાહુ અને શુક્ર પાંચમા ભાવમાં રહેશે અને એકાદશ ભાવમાં કેતુ મહારાજ હાજર રહેશે જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબુત થશે.તમારી આવકમાં વધારો થશે.તમારી આવક દિવસે દિવસે વધશે.આ મહિનો આરોગ્યના દ્રષ્ટિકોણ થી મધ્યમ રેહવાની સંભાવના છે.ચોથા ભાવમાં શનિ મહારાજ ની સાથે સુર્ય અને બુધ ના મહિનાની ઉત્તરાધ માં યુતિ થવી અને પાંચમા ભાવમાં રાહુ અને શુક્ર નું હાજર રેહવું તમારા માટે આરોગ્ય સમસ્યા વધારી શકે છે.

ધન

આ મહિનો ધનુ રાશિના લોકો માટે મધ્યમ રૂપથી ફળદાયક રેહવાની સંભાવના છે.કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી આ મહિનો તમારા માટે ઉતાર-ચડાવ થી ભરેલો રહેવાનો છે.દસમા ભાવમાં કેતુ મહારાજ આખો મહિનો બનેલો રહેશે જેનાથી કામમાં મન લાગી રેહવું સંભવ નહિ રહે અને આનાથી તમારા કામમાં ઉતાર-ચડાવ ની સ્થિતિ બનશે.જો વિદ્યાર્થીઓ ની વાત કરીએ તો મહિનાની શુરુઆત તમારા માટે કઠિન ચુનોતી લઈને આવી શકે છે પરંતુ તમે હિમ્મત અને તમારી મેહનત થી તમારા માનપસંદગી ના પરિણામ મેળવી શકો છો.આ મહિનો પારિવારિક રીતે ઉતાર-ચડાવ થી ભરેલો રહેવાનો છે કારણકે ચોથા ભાવમાં શુક્ર ઉચ્ચ રાશિનો થઈને જ્યાં પરિવારમાં ખુશીઓ લઈને આવશે અને નવી ગાડી કે નવી સંપત્તિ ખરીદવાનો યોગ બનશે,ત્યાં ચોથા ભાવમાં રાહુ અને દસમા ભાવમાં કેતુ હાજર રહેશે.જો તમે કોઈ પ્રેમ સબંધ માં છો તો આ મહિનો તમારા માટે કંઈક કરીને દેખાડવા વાળો રહેશે.જો તમારી આર્થિક સ્થિતિ ને જોઈએ તો આ મહિને તમારી આર્થિક સ્થિતિ માં ઉતાર-ચડાવ નો પ્રબળ યોગ બની રહ્યો છે.આ મહિનો આરોગ્યના દ્રષ્ટિકોણ થી થોડો કમજોર રેહવાની સંભાવના છે કારણકે આને આખો મહિનો તમારી રાશિના સ્વામી ગુરુ મહારાજ છથા ભાવમાં બિરાજમાન રહેશે જે બીમારીઓ નો ભાવ છે.

મકર

આ મહિનો મકર રાશિમાં જન્મેલા લોકો માટે ઘણી હદ સુધી અનુકુળ રેહવાની સંભાવના દેખાઈ રહી છે.કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી આ મહિનો અનુકુળ રેહવાની સંભાવના બની રહી છે.દસમા ભાવનો સ્વામી શુક્ર મહારાજ આખો મહિનો ત્રીજા ભાવમાં બિરાજમાન રહેશે.જેનાથી તમે કાર્યક્ષેત્ર માં રહેલા લોકો સાથે ચર્ચા કરશો.જો વિદ્યાર્થી ની વાત કરીએ તો આ મહિનો અનુકુળ રેહવાની સંભાવના છે.પાંચમા ભાવ નો સ્વામી શુક્ર મહારાજ આખો મહિનો પોતાની ઉચ્ચ રાશિમાં ત્રીજા ભાવમાં બની રહેશે જેનાથી તમે તમારા શિક્ષણ માટે દરેક સંભવ કોશિશ કરશો.આ મહિનો પારિવારિક રીતે ઉતાર ચડાવ થી ભરેલો રેહવાની સંભાવના દેખાઈ રહી છે.જો તમારા પ્રેમ સબંધ ની વાત કરવામાં આવે તો આ મહિનો તમારા માટે ઘણી હદ સુધી અનુકુળ દેખાય રહ્યો છે.સૌથી પેહલા તો પાંચમા ભાવનો સ્વામી શુક્ર મહારાજ ઉચ્ચ નો રહેશે અને રાહુ સાથે હાજર રહેશે જેનાથી તમે તમારા પ્રિયતમ ના રંગ માં રંગાયેલા નજર આવશો.જો તમારી આર્થિક સ્થિતિ ને જોવામાં આવે તો આ મહિનો તમારા માટે મધ્યમ રેહવાની સંભાવના દેખાઈ રહી છે,તો પણ એ કહી શકીએ છીએ કે તમારા ખર્ચ નિયંત્રણ માં રહેશે જે તમારી સૌથી મોટી જીત હશે.આ મહિનો આરોગ્યની દ્રષ્ટિકોણ થી મધ્યમ રેહવાની સંભાવના છે.રાશિ નો સ્વામી શનિ મહારાજ બીજા ભાવમાં આખો મહિનો બિરાજમાન રહેશે જે આરોગ્ય સમસ્યાઓ ને નિયંત્રણ કરશે.

કુંભ

કુંભ રાશિમાં જન્મેલા લોકો માટે આ મહિનો મિશ્રણ પરિણામ દેવાવાળો સાબિત થશે.મહિનાની શુરુઆત માં સુર્ય અને બુધ દ્રાદશ ભાવમાં હશે જે તમારા ખર્ચા ને વધારશે.કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી આ મહિનો મધ્યમ રહેવાનો છે.દસમા ભાવનો સ્વામી મંગળ મહારાજ પાંચમા ભાવમાં બિરાજમાન રહેશે જેનાથી નોકરીમાં બદલાવ થઇ શકે છે.આ મહિનો પારિવારિક રીતે અનુકુળ રેહવાની સંભાવના દેખાઈ રહી છે.ચોથા ભાવમાં આખો મહિનો દેવગુરુ ગુરુ બિરાજમાન રહેશે જેના પરિણામસ્વરૂપ પારિવારિક સબંધો માં સમજદારી અને આપસી પ્રેમની ભાવના રહેશે અને પરિવારના લોકો અંદર અંદર હળીમળીને રહેશે જેનાથી પરિવાર નો માહોલ સકારાત્મક રહેશે અને તમારા પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે.જો તમારા પ્રેમ સબંધ ની વાત કરવામાં આવે તો પાંચમા ભાવ નો સ્વામી બુધ મહારાજ મહિનાની શુરુઆત માં દ્રાદશ ભાવમાં રહેશે જેનાથી તમારા પ્રિયતમ થોડા સમય માટે તમારાથી શહેર ની બહાર કે તમારા થી દુર થઇ શકે છે.જો તમારી આર્થિક સ્થિતિ ને જોવામાં આવે તો તમારા માટે આર્થિક રીતે આ મહિનો સાવધાની થી ચાલવાવાળો રહેશે કારણકે મહિનાની શુરુઆત માં બુધ અને સુર્ય દ્રાદશ ભાવમાં બિરાજમાન રહેશે જેનાથી તમારા ખર્ચા માં વધારો થશે.આ મહિનો આરોગ્ય ના દ્રષ્ટિકોણ થી મધ્યમ રેહવાની સંભાવના છે.એમતો તમારી રાશિ સ્વામી તમારીજ રાશિમાં આખો મહિનો બિરાજમાન રહેશે જેનાથી તમારા આરોગ્યને મજબુતી મળશે પરંતુ 22 તારીખ થી એ અસ્ત અવસ્થા માં ચાલ્યો જશે જેનાથી આરોગ્ય સમસ્યાઓ વધી શકે છે.

મીન

આ મહિનો મીન રાશિના લોકો માટે ઉત્તર-ચડાવ થી ભરેલો રહેવાનો છે.કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી આ મહિનો ઉતાર-ચડાવ થી ભરેલો રેહવાની સંભાવના છે.દસમા ભાવ નો સ્વામી ગુરુ મહારાજ ત્રીજા ભાવમાં બિરાજમાન રહેશે જે તમારી અંદર થોડી આળસ વધારશે જેનાથી તમે કામને હળવું લેશો.જો વિદ્યાર્થી ની વાત કરીએ તો આ મહિનો બહુ સારો રહેશે.એકાદશ ભાવમાં સુર્ય અને બુધ મળીને બુધાદિત્ય યોગ બનાવશે.આ મહિનો પારિવારિક રીતે ઉતાર ચડાવ થી ભરેલો રેહવાની સંભાવના છે.ચોથા ભાવમાં મંગળ મહારાજ આખો મહિનો બિરાજમાન રહેશે જે ઘર ની શાંતિ ને ભંગ કરતો દેખાઈ રહ્યો છે.જો તમારા પ્રેમ જીવનની વાત કરીએ તો આ મહિનો શુરુઆત માં અનુકુળ દેખાઈ રહ્યો છે.સુર્ય અને બુધ નો બુધાદિત્ય યોગ તમારી રાશિના લોકોને સારી બુદ્ધિમાની અને સમજદારી આપશે.બંને ગ્રહ ની દ્રષ્ટિ પાંચમા ભાવ ઉપર પડશે જેનાથી પાંચમા ભાવમાં તમારો પ્રેમ સબંધ મજબુત થશે.જો તમારી આર્થિક સ્થિતિ ને જોઈએ તો આ મહિનો ઉતાર ચડાવ થી ભરેલો રહેશે પરંતુ આ મહિને તમારે તમારા ખર્ચા ઉપર બહુ વધારે ધ્યાન દેવાની જરૂરત પડશે.આ મહિનો આરોગ્યના દ્રષ્ટિકોણ થી મધ્યમ રેહવાની સંભાવના છે.તમારી રાશિનો સ્વામી ગુરુ ત્રીજા ભાવમાં બિરાજમાન રહેશે અને ત્રીજા ભાવ નો સ્વામી શુક્ર તમારી રાશિમાં રહીને પરિવર્તન યોગ બનાવશે.

[whatsapp_group link=”https://chat.whatsapp.com/BfJEIyk9Zyl63Bdvnj805I” text=”જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં”]

Subscribe to our Newsletter

Subscribe to our email newsletter to get the latest posts delivered right to your email.
Pure inspiration, zero spam ✨