એશ્વર્યા રાય બચ્ચન ભલે 47 વર્ષની વય વટાવી ગઈ હોય પરંતુ આજે પણ તેની સુંદરતા સાથે સ્પર્ધા કરવી મુશ્કેલ છે. મોડલિંગના દિવસોથી જ તેમની સુંદરતાની સાથે સ્ટાઇલ માટે પણ જાણીતી એશ્વર્યાની બ્યુટી ફેન્સ હંમેશા ક્રેઝી રહી છે. યુવતીઓ પણ એશ્વર્યા જેવી સુંદર દેખાવાનું સપનું જુવે છે પંરતુ તમને જણાવી દઈએ કે આ દુનિયાની કેટલીક યુવતીઓ પણ એશ્વર્યા જેવા દેખાવવાનું ભાગ્ય લઈને આવી છે. એવી ઘણી સ્ત્રીઓ છે, જેઓ આખી દુનિયામાં એશ્વર્યા જેવી લાગે છે. જેમાંથી એક તો બોલિવૂડનો ભાગ પણ રહી ચૂકી છે.
સ્નેહા ઉલ્લાલ
બોલીવુડ અભિનેત્રી સ્નેહા ઉલ્લાલને પહેલા એશ્વર્યા રાયનો હમશકલ કહેવામાં આવે છે. સ્નેહા ઉલ્લાલ 2005 માં ફિલ્મ લકી નો ટાઇમ ફોર લવ માં સલમાન ખાન સાથે જોવા મળી હતી. દર્શકો ખાસ કરીને સ્નેહાને કારણે જ ફિલ્મ જોતા હતા. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી.
આમના ઇમરાન
પાકિસ્તાનની બ્યૂટી બ્લોગોર આમના ઇમરાનને એશનો લુકાલીક પણ કહેવામાં આવે છે. આથી જ તે છેલ્લા કેટલાક દિવસોથી સમાચારોમાં છે. આમના ઇમરાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તેના અકાઉન્ટ પર આ પ્રકારના ઘણા ફોટોઝ છે, જેમાં તે એશ્વર્યા રાય જેવી લાગી રહી છે.
અમ્મૂઝ અમૃતા
અમ્મૂઝ અમૃતા નામની યુવતીની પણ તુલના એશ્વર્યા રાય સાથે કરવામાં આવે છે. તેની આંખો અને શૈલી પણ એશ્વર્યાની જેમ છે. લોકો તેને એશ્વર્યાની ઝેરોક્સ કોપી કહેવામાં આવે છે.
Xerox ♥️😍💕 pic.twitter.com/N3MEoPz35A
— மச்சக்கன்னி ❣ (@zoya_offcl) June 2, 2020
થોડા દિવસો પહેલા અમ્મૂઝનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેણે એશ્વર્યાની તામિલ ફિલ્મ ‘કંડુકોદિને કંડુકોદિન’ પર બનેલો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે એશ્વર્યાના ડાયલોગ પર હોઠનું સમન્વયન કરતી હતી.
મહલખા જાબેરી
એશ્વર્યા જેવા દેખાવાને કારણે ઇરાની મોડેલ મહલખા જાબેરી પણ હેડલાઇન્સ બનાવી છે. ફક્ત મહલખાનો લુક જ નહીં પરંતુ તેની સ્ટાઇલિશ શૈલી પણ એશ્વર્યાની સાથે ખૂબ સમાન લાગે છે, જે દરેકને તેના માટે દિવાના બનાવે છે.
માનસી નાઈક
માનસી નાઈક મરાઠી ફિલ્મ ઉદ્યોગમાં એક જાણીતું નામ છે. માનસી નાઈકનો ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ફોટામાં તે બરાબર એશ્વર્યા રાય જેવી લાગી રહી હતી. એક ફોટોમાં તે જોધા અકબરમાં એશ્વર્યા રાયની જેમ પોઝ આપી રહી છે, જેમાં તેનો ચહેરો એશ્વર્યાની સાથે એકદમ મળતો આવે છે.
આશિતાસિંહ રાઠોડ
થોડા સમય પહેલા આશિતા એશ્વર્યાની સામ્યતાને કારણે ચર્ચામાં આવી હતી. તેના ઘણા વીડિયો અને ફોટોમાં તે એશની ઝલક દેખાઈ હતી. આ કારણોસર તે રાતોરાત ટિક ટોક સ્ટાર બની ગઈ હતી.