...

ગુરુ-શનિની વક્રી ચાલ દિવાળીએ કરશે ડબલ ધમાકો, 3 રાશિના લોકો રાતોરાત બનશે રાજા!

[whatsapp_group link=”https://chat.whatsapp.com/BfJEIyk9Zyl63Bdvnj805I” text=”જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં”]

શનિ ગ્રહ સાડા બે વર્ષમાં ગોચર કરે છે અને ગુરુ ગ્રહ 1 વર્ષમાં રાશિ પરિવર્તન કરે છે. આ સમયે શનિ અને ગુરુ બંને ગ્રહો વક્રી ચાલમાં છે. શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં વક્રી છે અને ગુરુ ગ્રહ વૃષભ રાશિમાં ઉલટી ચાલ ચાલી રહ્યા છે. દિવાળીના દિવસે શનિ અને ગુરુ બંને વક્રી રહેશે. નવગ્રહમાંથી શનિ અને ગુરુને સૌથી વિશેષ ગ્રહ માનવામાં આવે છે. દિવાળીના અવસરે આ બંને ગ્રહોનું વક્રી હોવું બધી 12 રાશિઓ પર મોટી અસર કરશે પરંતુ 3 રાશિના લોકો માટે આ ખુશીઓનો ડબલ ધમાકો જેવું છે. આ લોકો પર ધન-દૌલતની વર્ષા થશે.

વૃષભ રાશિ:

વૃષભ રાશિના જાતકો માટે ગુરુ અને શનિની ઉલટી ચાલ ખૂબ ધન લાભ કરાવશે. નવી નોકરી શોધી રહેલા લોકોને મનગમતી નોકરી મળશે. અપેક્ષા કરતાં મોટું પદ અને પગાર મળવાથી ખુશીનો પાર નહીં રહે. વર્કપ્લેસની સમસ્યાઓ દૂર થશે. વ્યાપારમાં લાભ થશે. અનેક સ્ત્રોતોથી પૈસા આવશે. જીવનમાં ખુશીઓ રહેશે.

ધનુ રાશિ:

ધનુ રાશિના જાતકો માટે પણ ગુરુ અને શનિનું વક્રી હોવું લાભદાયી રહેશે. દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. કારકિર્દીમાં પ્રગતિના યોગ બની રહ્યા છે. તમારા કામની પ્રશંસા થશે. યાત્રાઓ કરશો અને તેનાથી લાભ પણ મેળવશો. આર્થિક સ્થિતિ મજબૂત થશે.

કુંભ રાશિ:

કુંભ રાશિના જાતકો માટે શનિ અને ગુરુની ઉલટી ચાલ ખૂબ રાહત આપી શકે છે. ખર્ચ અને સમસ્યાઓ ખતમ થશે. આનાથી ખિસ્સું ભારે થશે અને મન હલકું અનુભવશે. ધન-ધાન્યમાં વધારો થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય વીતશે. સમાજમાં માન-સન્માન વધશે. દિવાળીના તહેવારનો ભરપૂર આનંદ માણશે.

[whatsapp_group link=”https://chat.whatsapp.com/BfJEIyk9Zyl63Bdvnj805I” text=”જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં”]

Subscribe to our Newsletter

Subscribe to our email newsletter to get the latest posts delivered right to your email.
Pure inspiration, zero spam ✨