ભારતીય દિગ્ગજ ખેલાડી હરભજન સિંહ અને અભિનેત્રી ગીતા બસરા બીજી વખત માતા-પિતા બનવા જઈ રહ્યા છે. આ ખુશખબર ગીતાએ સોશિયલ મીડિયા પર સુંદર તસવીરો શેર કરતી વખતે શેર કરી હતી. ફોટો શેર કરતી વખતે તેણે કહ્યું કે તે અને હરભજન જુલાઈમાં બીજી વખત માતા-પિતા બનવાના છે.
ગીતાએ શેર કરેલી તસવીરોમાં તેની પાંચ વર્ષની પુત્રી હિનાયા પણ જોવા મળે છે. ફોટામાં ગીતાનો બેબી બમ્પ જોવા મળી રહ્યો છે. તો ત્યાં શેર કરેલા ફોટામાં હરભજન-ગીતા અને તેની પુત્રીનાં કપડાંની જોડિયા ખુબ જ સુંદર લાગી રહી છે.
તો બીજા ફોટામાં પુત્રી હિનાયા માતા ગીતાના બેબી બમ્પ પર કિસ કરતી જોવા મળી રહી છે. આ સાથે, એક ફોટોમાં, હિનાયાએ હાથમાં ટીશર્ટ પકડી છે, જેમાં લખ્યું છે, ‘હું જલ્દી મોટી બહેન બનીશ’.
ગીતા અને હરભજન બીજી વખત માતા-પિતા બનવાના સમાચાર સાંભળતાં જ બંનેના ચાહકો તેમને અભિનંદન પાઠવી રહ્યા છે. ગીતાની પોસ્ટ્સ પર અવારનવાર લાઈક્સ અને કમેન્ટ્સ મળી રહી છે.
હરભજન સિંહ અને ગીતાના સંબંધો વિશે વાત કરતાં, બંનેએ એકબીજાને લાંબા સમય સુધી ડેટ કર્યા અને ત્યારબાદ 29 ઓક્ટોબર 2015 નાં રોજ લગ્ન કર્યા. હરભજન સિંઘ આઈપીએલની આ સીઝનમાં કોલકાતા નાઈટ રાઇડર્સનું પ્રતિનિધિત્વ કરશે. ફેબ્રુઆરીમાં છેલ્લી ઘડીની હરાજીમાં, કેકેઆરએ તેને તેની બેઝ પ્રાઇસ બે કરોડ રૂપિયામાં ખરીદ્યો. તો ગીતા હરભજન સાથે લગ્ન કર્યા બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી સંપૂર્ણ દૂર થઈ ગઈ છે.



