બીસીસીઆઈએ રવિવારે IPLની 14 મી સીઝનના શેડ્યૂલની ઘોષણા કરી. આ સાથે, એ પણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે IPL 2021 ફક્ત ભારતમાં યોજાશે. લગભગ બે વર્ષ બાદ દેશમાં યોજાનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ, દિલ્હી, મુંબઇ અને કોલકાતાની પસંદગી કરવામાં આવી છે.
આઈપીએલની સિઝન ચેન્નઈમાં 9 એપ્રિલથી શરૂ થશે, જ્યાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સનો સામનો રોયલ ચેલેન્જર્સ ટીમ સાથે થશે. જ્યારે અંતિમ મેચ 30 મેના રોજ અમદાવાદમાં યોજાશે, વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ). એટલું જ નહીં, ટૂર્નામેન્ટની તમામ પ્લે-ઓફ મેચ પણ આ ગ્રાઉન્ડમાં રમવામાં આવશે.
https://twitter.com/IPL/status/1368470902636126209