દોસ્તો IPL 2022ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. લીગની પહેલી જ મેચમાં CSKને KKR સામે 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 4 વિકેટે હરાવ્યું હતું. પરંતુ આ મેચ બાદ સોશિયલ મીડિયા પર એક અલગ જ વાતને લઈને હોબાળો મચી ગયો છે. તમને જણાવી દઈએ કે ટ્વિટર પર કેટલાક ક્રિકેટ ફેન્સ ટીમ પર પ્રતિબંધ લગાવવાની વાત કરી રહ્યા છે.
ટ્વિટર પર કેટલાક ચાહકો સતત કોલકાતા નાઈટ રાઈડર્સ પર પ્રતિબંધની માંગ કરી રહ્યા છે. જો તમે લોકો આ પાછળનું કારણ જાણશો તો તમે પણ ચોંકી જશો. વાસ્તવમાં, KKR પર પ્રતિબંધની માંગ એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે તેણે કુલદીપ યાદવ જેવા શ્રેષ્ઠ સ્પિન બોલરને વર્ષો સુધી બેન્ચ પર બેસાડી રાખ્યો અને પછી તેને પણ બહાર કરી દેવામાં આવ્યો. પ્રશંસકોની આ પ્રતિક્રિયા ત્યારે આવી જ્યારે દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા કુલદીપ યાદવે પ્રથમ મેચમાં શાનદાર બોલિંગ કરી હતી. જ્યાં એક તરફ ચાહકો કુલદીપ અને દિલ્હી કેપિટલ્સના વખાણ કરી રહ્યા હતા તો બીજી તરફ KKR પણ ટ્રોલ થઈ રહી છે.
KKR deserves to get banned for two years for the way they have handled Kuldeep.
— TSG (@_goodonestaken) March 27, 2022
Hate KKR for costing Kuldeep 3 years of his career.
— Shivani (@meme_ki_diwani) March 27, 2022
Thrilled to see Kuldeep Yadav making a terrific start to #IPL2022 with 3 wickets in his first game.
No interest from the Indian team selectors, benched by KKR. Barely picked in the auction and he's repayed the faith instilled in him by DC.
Hope this goes on!#MIvDC
— Prasen Moudgal (@Prasen_m4299) March 27, 2022
મુંબઈ ઈન્ડિયન્સ સામે દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા કુલદીપ યાદવનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. કુલદીપે આ મેચમાં 4 ઓવરમાં માત્ર 18 રન આપીને 3 વિકેટ લીધી હતી. આમાં સૌથી મોટી વિકેટ કેપ્ટન રોહિત શર્માની હતી. એક સમયે કુલદીપ યાદવને KKRએ આખી સિઝન માટે બહાર રાખ્યો હતો, પરંતુ પંતની કેપ્ટનશીપમાં આ ખેલાડી ફરી ચમક્યો છે. હવે કુલદીપ ફરીથી ટીમ ઈન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કરતો જોવા મળી શકે છે.
એક સમય હતો જ્યારે કુલદીપ યાદવને ટીમ ઈન્ડિયાની સૌથી મજબૂત કડી માનવામાં આવતી હતી, પરંતુ મહેન્દ્ર સિંહ ધોનીના નિવૃત્તિ પછી એક એવો વળાંક આવ્યો, જેણે આ ખેલાડીની કારકિર્દીનું કાઉન્ટડાઉન શરૂ કર્યું. મહેન્દ્ર સિંહ ધોની બાદ જ્યારે વિરાટ કોહલી કેપ્ટન બન્યો ત્યારે આ ખેલાડીને ટીમ ઈન્ડિયામાં બહુ ઓછી તક આપવામાં આવી હતી. હવે જ્યારે રોહિત શર્મા કેપ્ટન બન્યો ત્યારે તેણે પણ આ ખેલાડીને કોઈ કિંમત આપી ન હતી. ODIમાં બે હેટ્રિક લેનાર ટીમ ઈન્ડિયાના ખતરનાક ચાઈનામેન બોલર કુલદીપ યાદવને હાલમાં જ શ્રીલંકા સામેની 2 મેચની ટેસ્ટ શ્રેણીમાં રોહિત શર્માએ પૂછ્યું પણ નહોતું. જ્યારે બધાને આશા હતી કે રોહિત શર્મા કુલદીપ યાદવને તક આપીને તેની કારકિર્દી બચાવશે.