ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે આજે (15 માર્ચ) સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે સાત ફેરા લીધા હતા. આજે બંનેના લગ્ન ગોવામાં અત્યંત નજીકના મહેમાનો વચ્ચે થયાં હતાં. સૂત્રોના જણાવ્યા અનુસાર લગ્ન પહેલાની તમામ વિધિઓ રવિવારે જ પૂર્ણ થઈ હતી.
લગ્નમાં ફક્ત વિશેષ સબંધીઓ હાજર રહ્યા હતા, જેને મોબાઈલ ફોન લાવવાની પણ મંજૂરી નહોતી. એક ન્યુઝ ચેનલના સમાચાર અનુસાર, આ લગ્નમાં ફક્ત 20 મહેમાનો હાજર રહ્યા હતા. કોવિડ -19 રોગચાળાને લીધે ઘણા મહેમાનોને આમંત્રિત કર્યા નથી.
ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ પહેલા અચાનક રજા લીધા બાદ જસ્સીના લગ્નના સમાચાર જોર પકડ્યા હતા. તેનું નામ પહેલા દક્ષિણની અભિનેત્રી સાથે સંકળાયેલું હતું, પરંતુ બાદમાં સંજના સાથે તેના લગ્નના સમાચાર વાયરલ થવા લાગ્યા. રસપ્રદ વાત એ છે કે બંને તરફથી આની પુષ્ટિ થઈ ન હતી. હવે લગ્ન બાદ બુમરાહે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી ફોટા શેર કર્યા છે.
View this post on Instagram
પ્રોફેશનલ લાઇફ ઉપરાંત બંનેને ક્યારેય જાહેર સ્થળે સાથે જોવા મળ્યા નથી. કે અગાઉ કોઈ પણ મીડિયા રિપોર્ટમાં આ બંનેના અફેરની જાણકારી મળી નથી. સૌ પ્રથમ, સ્પોર્ટસકીડાએ બંનેના લગ્નની જાણ કરી હતી. સંજના ગણેશન, 28, એક ક્રિકેટ એન્કર / પ્રસ્તુતકર્તા છે. તે કેટલાક સમયથી ઘણી ટૂર્નામેન્ટ્સનો ભાગ બની રહી છે. તે આઈપીએલમાં સક્રિય રહેવાની સાથે સ્ટાર સ્પોર્ટ્સ સાથે પણ સંકળાયેલી છે.
સંજનાએ આઈસીસી વર્લ્ડ કપ 2019 થી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માં હોસ્ટ હતી. આ સિવાય સંજના કોલકાતા નાઈટ રાઇડર્સની એન્કર પણ હતી. સંજનાએ 2013 માં ફેમિના ગોર્જીયસ ખિતાબ જીત્યો હતો. જોકે એમટીવીના રિયાલિટી શો સ્પ્લિટ્સ વિલાથી તેણે ટીવી ડેબ્યૂ કર્યું હતું. સંજનાએ પુણેની પ્રખ્યાત યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે. ત્યારબાદ તેણે મોડેલિંગમાં હાથ અજમાવ્યો અને 2014 માં તે મિસ ઈન્ડિયાની ફાઇનલમાં પહોંચી.