...

ગુજરાતી ફિલ્મ ‘લાલો- કૃષ્ણ સદા સહાયતે’નો ઐતિહાસિક રેકોર્ડ: 8માં વિકેન્ડમાં વિકી કૌશલની ‘છાવા’ને પછાડી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી.

Join our WhatsApp group

ગુજરાતી ફિલ્મ ‘લાલો- કૃષ્ણ સદા સહાયતે’ બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડી રહી છે. અંકિત સખિયા દ્વારા નિર્દેશિત આ ફિલ્મે તેના 8માં વિકેન્ડમાં જ ₹5.15 કરોડની કમાણી કરીને ભારતીય સિનેમાના ઇતિહાસમાં નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આ બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મે હવે 8માં વિકેન્ડના કલેક્શનમાં વિકી કૌશલની ‘છાવા’ અને શ્રદ્ધા કપૂરની ‘સ્ત્રી 2’ જેવી મોટી હિન્દી ફિલ્મોને પણ પાછળ છોડી દીધી છે.

કુલ ₹84.25 કરોડના કલેક્શન સાથે ‘લાલો’એ સાબિત કરી દીધું છે કે જો કન્ટેન્ટ મજબૂત હોય તો તે દર્શકો સાથે ઊંડાણપૂર્વક જોડાઈ શકે છે અને નેશનલ સિનેમાના દિગ્ગજોને પણ હંફાવી શકે છે.

બોક્સ ઓફિસ પર અસાધારણ સફળતા કરણ જોશી, રીવા રાચ્છ, શ્રુહદ ગોસ્વામી, અંશુ જોશી અને કિંનલ નાયક અભિનીત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સતત મજબૂત પકડ જમાવી રહી છે. 50 દિવસ પૂરા કર્યા પછી પણ ફિલ્મની લોકપ્રિયતા અકબંધ છે.

8માં વિકેન્ડનું ડે-વાઈઝ કલેક્શન:

  • દિવસ 50: નવી ફિલ્મોની સ્પર્ધા છતાં, ફિલ્મે ₹90 લાખની કમાણી સાથે શાનદાર શરૂઆત કરી.

  • દિવસ 51: ફિલ્મે જબરદસ્ત ઉછાળો નોંધાવ્યો અને ₹1.75 કરોડનું કલેક્શન કર્યું, જે આગલા દિવસ કરતાં 94% વધુ હતું.

  • દિવસ 52: આ વેગ ચાલુ રહ્યો અને Sacnilk ના રિપોર્ટ મુજબ ફિલ્મે ₹2.5 કરોડની કમાણી કરી.

આમ, 8માં વિકેન્ડનું કુલ કલેક્શન ₹5.15 કરોડ પર પહોંચ્યું છે, જેણે ‘લાલો’ને સર્વકાલીન સૌથી સફળ ગુજરાતી ફિલ્મોમાં સ્થાન અપાવ્યું છે.

બિગ બજેટ ફિલ્મોને આપી મ્હાત ‘લાલો – કૃષ્ણ સદા સહાયતે’ની આ સિદ્ધિ એટલા માટે પણ ખાસ છે કારણ કે તેણે ભારતીય સિનેમાની મોટી ફિલ્મોના 8માં વિકેન્ડના રેકોર્ડ તોડ્યા છે:

  • વિકી કૌશલની ‘છાવા’: આ ઐતિહાસિક ફિલ્મે તેના 8માં વિકેન્ડમાં ₹2.75 કરોડ કમાયા હતા, જ્યારે ‘લાલો’એ ₹5.15 કરોડ સાથે તેને પાછળ છોડી દીધી.

  • સ્ત્રી 2: શ્રદ્ધા કપૂરની આ સુપરહિટ ફિલ્મે ₹2.65 કરોડ કમાયા હતા.

  • પુષ્પા 2: ભારતીય સિનેમાની સૌથી મોટી ફિલ્મ ગણાતી ‘પુષ્પા 2’ પણ તેના 8માં વિકેન્ડમાં માત્ર ₹1.75 કરોડ જ કમાઈ શકી હતી.

‘છાવા’ જેવી ફિલ્મોના બજેટ અને સ્ટાર પાવરની સામે એક ગુજરાતી ફિલ્મનું આવું પ્રદર્શન એ દર્શાવે છે કે દર્શકો હવે મજબૂત વાર્તા અને ભાવનાત્મક જોડાણને વધુ મહત્વ આપી રહ્યા છે.

Join our WhatsApp group

Subscribe to our Newsletter

Subscribe to our email newsletter to get the latest posts delivered right to your email.
Pure inspiration, zero spam ✨