અભિનેત્રી રાય લક્ષ્મી ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની ગઈ છે. રાય લક્ષ્મી તેના આગામી પ્રોજેક્ટ્સ માટે સમાચારોમાં રહેતી હતી, પરંતુ આ વખતે તેણીની લગ્નને કારણે હેડલાઇન્સમાં છે. આ પહેલા તે મહેન્દ્ર સિંહ ધોની સાથેના અફેરને લઈને પણ હેડલાઇન્સમાં રહી હતી.
રાય લક્ષ્મીએ સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને આ સારા સમાચાર આપ્યા છે. રાયએ તેના ટ્વિટર પર લખ્યું, ‘લોકો મને લાંબા સમયથી આ સવાલ પૂછે છે, તેથી હું તેનો જવાબ આપી રહી છું. પહેલી વાત એ છે કે હું કોઈની સાથે મારા સંબંધોને છુપાવી રહી નથી.’
અભિનેત્રીએ આગળ લખ્યું કે, ‘આની સાથે મને પ્રાઇવસી જોઈએ છે. હા, અમે કેટલાક નજીકના મિત્રોને આમંત્રણ મોકલ્યું છે. હું 27 એપ્રિલ 2021 ના રોજ સગાઈ કરી રહી છું. આ બધું અચાનક બન્યું છે, પરંતુ મારો પરિવાર ખુશ છે. હું તે વ્યક્તિ સાથે જોડાવા માટે પણ તૈયાર છું જેની સાથે મારે આખું જીવન પસાર કરવું પડશે.
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સાથેના તેના અફેરને કોણ ભૂલી શકે. જો કે, બંને વચ્ચેના બ્રેકઅપનું સીધું કારણ કોઇ હોવાનું જાણવા મળ્યું ન હતું.
એક મુલાકાતમાં જ્યારે રાય લક્ષ્મીને મહેન્દ્રસિંહ ધોની વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે હવે તે વિશેની ચર્ચા બંધ થવી જોઈએ. આ ઘણા વર્ષો પહેલા બની ગયું હતું. હવે ધોનીની એક બેબી ગર્લ પણ છે.
રાય લક્ષ્મીએ હિન્દી સિવાય બીજી ઘણી ભાષાઓમાં પણ કામ કર્યું છે. જોકે ફિલ્મ જુલી -2 બોક્સ ઓફિસ પર કંઇક ખાસ કમાલ કરી શકી ન હતી, પરંતુ તેના અભિનયને દર્શકોએ ખૂબ પ્રશંસા કરી હતી.