...

ચોંકાવનારો ખુલાસો: ટીમ ઈન્ડિયાનો સ્ટાર બોલર મોહમ્મદ શમી 19માં માળેથી કૂદવાનો હતો!

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા  અહીં ક્લિક કરીને જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની જીવન યાત્રા ઘણી કપરી અને પડકારજનક રહી છે. છેલ્લા ત્રણ વનડે વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર શમીએ અંગત જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે.

શમીની પત્ની હસીન જહાંએ તેમના પર ઘરેલુ હિંસા અને મેચ ફિક્સિંગના ગંભીર આરોપો લગાવ્યા હતા. આ આરોપોએ શમીના જીવનમાં હાહાકાર મચાવી દીધો હતો. શમીના મિત્ર અને સાથી ક્રિકેટર ઉમેશ યાદવે એક પોડકાસ્ટમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે તે સમયે શમી આત્મહત્યા કરવાનું વિચારી રહ્યો હતો.

ઉમેશ યાદવના જણાવ્યા અનુસાર, “જ્યારે પાકિસ્તાન સાથે મેચ ફિક્સિંગનો આરોપ લાગ્યો અને તપાસ શરૂ થઈ, ત્યારે શમી તૂટી ગયો હતો. તેણે મને કહ્યું હતું કે તે બધું સહન કરી શકે છે, પરંતુ દેશદ્રોહના આરોપો નહીં.”

ઉમેશે વધુમાં કહ્યું, “એક રાત્રે લગભગ ચાર વાગ્યે હું પાણી પીવા ઊઠ્યો, ત્યારે મેં જોયું કે શમી 19માં માળની બાલ્કનીમાં ઊભો હતો. મને સમજાઈ ગયું કે શું થઈ રહ્યું છે. તે શમીની કરિયરની સૌથી લાંબી અને મુશ્કેલ રાત હતી.”

આ મુશ્કેલ સમયગાળા વિશે શમીએ પણ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું, “જ્યારે તમને ખબર હોય કે બીજી વ્યક્તિની હરકતો અમાન્ય છે અને તમારા માટે મહત્વપૂર્ણ નથી, ત્યારે તમારે તમારી પ્રાથમિકતાઓ છોડવી જોઈએ નહીં. મારે લડતા રહેવું જોઈએ.”

આ મુશ્કેલ સમયમાંથી બહાર આવીને, શમીએ ભારતીય ક્રિકેટમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. તેમનું આ કમબેક ભારતીય ક્રિકેટ ચાહકો માટે પ્રેરણાદાયી છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા  અહીં ક્લિક કરીને જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં

Subscribe to our Newsletter

Subscribe to our email newsletter to get the latest posts delivered right to your email.
Pure inspiration, zero spam ✨