લોકો મારા આઉટ થવા માટે પ્રાર્થના કરે છે જેથી તેઓ ધોની ને બેટિંગ કરતા જોઈ શકે, જાડેજા એ પોતાના દિલ ની વાત કહી

મહેન્દ્ર સિંહ ધોની ની કેપ્ટન્સી માં ચેન્નાઈ સુપર કિંગ્સ IPL 2023 માં શાનદાર પ્રદર્શન કરી રહી છે. CSK અત્યારે પોઈન્ટ ટેબલ માં બીજા સ્થાને છે. ચેન્નાઈ એ આ સિઝન માં અત્યાર સુધી 12 મેચ રમી છે. તેમાંથી પાંચ માં તેની હાર થઈ છે જ્યારે ચેન્નાઈ એ 7 મેચ માં જીત મેળવી છે.

આ સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ આ સિઝન માં જીત ની પ્રબળ દાવેદાર છે. જોકે લડાઈ હજુ લાંબી છે. હવે ચેન્નાઈ ને વધુ બે લીગ મેચ રમવાની છે. આ દરમિયાન ચેન્નાઈ નો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ સતત ચર્ચા માં છે. માનવા માં આવે છે કે આ સિઝન ધોની ની છેલ્લી IPL હોઈ શકે છે.

મહેન્દ્ર સિંહ ધોની એ હજુ સુધી IPL માંથી નિવૃત્તિ ની જાહેરાત કરી નથી, પરંતુ વધતી ઉંમર ને ધ્યાન માં રાખી ને આવી અટકળો લગાવવા માં આવી રહી છે. આગળ શું થશે તે તો સમય જ કહેશે, પરંતુ ધોની ને ક્રિકેટ ના મેદાન પર હંમેશા ચાહકો નો ઘણો પ્રેમ મળ્યો છે. તે મેદાન ની બહાર પણ લોકો નો ફેવરિટ છે.

IPL માં મહેન્દ્ર સિંહ ધોની નો ઘણો ક્રેઝ છે. શહેર, મેદાન કે સ્ટેડિયમ ગમે તે હોય, તમને ધોની અને ચેન્નાઈ ને ટેકો આપતા મોટી સંખ્યા માં ચાહકો જોવા મળશે. આવું જ દ્રશ્ય દરેક સીઝન માં જોવા મળે છે અને આ સીઝન માં જ્યારે ધોની તેની ક્રિકેટ કારકિર્દી ના અંતિમ દિવસો માં છે, ત્યારે તેને જોવા માટે ચાહકો ની ભારે ભીડ ઉમટી રહી છે.

ms dhoni

માત્ર ચેન્નાઈ ના ક્રિકેટ ગ્રાઉન્ડ માં જ ફેન્સ ધોની ના દિવાના નથી, પરંતુ ભારત ના દરેક ક્રિકેટ સ્ટેડિયમ અને દરેક શહેર માં દિવાના લોકો ધોની ને જોવા માટે પહોંચી જાય છે. ધોની માટે ચાહકો માં એક વિચિત્ર ક્રેઝીનેસ છે. જ્યારે ધોની આઈપીએલ માં પોતાની ટીમ ની કેપ્ટનશીપ કરે છે ત્યારે તે વિકેટકીપર ની ભૂમિકા માં પણ જોવા મળે છે. આ સિવાય તે બેટ સાથે ફિનિશર ની ભૂમિકા માં પણ જોવા મળે છે.

ધોની જ્યારે બેટિંગ કરવા આવે છે ત્યારે સ્ટેડિયમ ધોની-ધોની ના નાદ થી ગુંજી ઉઠે છે. દરેક વ્યક્તિ તેની બેટિંગ જોવા માંગે છે. વિપક્ષી ટીમ ના સમર્થકો હોય તો પણ તેઓ પણ આ ક્ષણો વચ્ચે ધોની ના પ્રશંસક બની જાય છે. ધોની ને ઘણીવાર મેદાન પર ખુલી ને બેટિંગ કરવાનો મોકો મળતો નથી.

ધોની નંબર 6 અથવા નંબર 7 પર બેટિંગ કરવા આવે છે. તેને અંતમાં માત્ર થોડા જ બોલ મળે છે અથવા તો ક્યારેક તેની બેટિંગ બિલકુલ આવતી નથી. તેની સામે રવિન્દ્ર જાડેજા બેટિંગ કરવા આવે છે. જાડેજા એ તાજેતર માં ધોની પર મોટો ખુલાસો કરીને લોકોને ચોંકાવી દીધા છે.

જાડેજા એ એવી વાત કરી છે જે સૌ કોઈ જાણે છે અને સમજે છે અને અનુભવે છે. હાલમાં જ ચેન્નાઈ ની દિલ્હી કેપિટલ્સ સામે મેચ હતી. આ મેચ માં ચેન્નાઈ નો વિજય થયો હતો. જાડેજા વિજય નો હીરો હતો. તેણે મેચ પછી કહ્યું, “જ્યારે હું રમવા માટે નીચે આવું છું, ત્યારે દર્શકો માહી ભાઈ ના નામ ની બૂમો પાડે છે અને જો હું ઓર્ડર પર આવું છું, તો તેઓ મને આઉટ કરવા ઈચ્છે છે”.