...

રાજકોટમાં કરુણ ઘટના: વૃદ્ધ દંપતી અને પુત્રનો સામૂહિક આપઘાતનો પ્રયાસ, સાસુ-વહુ વચ્ચેના ઘરકંકાશે લીધો ભોગ

[whatsapp_group link=”https://chat.whatsapp.com/BfJEIyk9Zyl63Bdvnj805I” text=”જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં”]

રાજકોટના સંતકબીર રોડ વિસ્તારમાં એક કરુણ ઘટના સામે આવી છે. આર્યનગરમાં રહેતા એક વૃદ્ધ દંપતી અને તેમના પુત્રએ ઘરકંકાશને કારણે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે. સાસુ-વહુ વચ્ચેના સતત ઝઘડાના કારણે આ પગલું ભરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની વિગતવાર માહિતી મુજબ ભરત કોટેચા (70), તેમના પત્ની સરલાબેન (70) અને પુત્ર ગૌરવ (35)એ ઝેરી દવા પીધી હતી. ગૌરવ LED શોરૂમમાં નોકરી કરે છે. ગૌરવની પત્ની રાધિકા અને સાસુ વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા જેના કારણે રાધિકા આઠ દિવસ પહેલા પિયર ચાલી ગઈ હતી.

આપઘાત પહેલાની ઘટનામાં સવારે ગૌરવે રાધિકાને ફોન કર્યો હતો. બંને વચ્ચે ચડભડ થઈ હતી જેમાં ગૌરવે “હું દવા પી જાઉં છું” કહી ફોન કાપ્યો હતો. આ સાંભળીને રાધિકા તરત જ ઘરે પહોંચી હતી જ્યાં તેને ત્રણેય જણા બેભાન અવસ્થામાં મળ્યા હતા. તાત્કાલિક તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે બે મહિના પહેલા રાધિકાએ પણ ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

[whatsapp_group link=”https://chat.whatsapp.com/BfJEIyk9Zyl63Bdvnj805I” text=”જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં”]

Subscribe to our Newsletter

Subscribe to our email newsletter to get the latest posts delivered right to your email.
Pure inspiration, zero spam ✨