હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં
સમરજીતસિંહ ગાયકવાડ: ભારતીય ખ્યાતનામ ક્રિકેટર વિરાટ કોહલી, કેપ્ટન રોહિત શર્મા અને ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીની સંપત્તિ અબજોમાં છે. જોકે, એક એવા ખેલાડી પણ છે જેમણે ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યું નથી, પરંતુ દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયા કરતાં પણ મોંઘા ઘરમાં રહે છે.
ભારતમાં સૌથી લોકપ્રિય રમત ક્રિકેટ છે. આ રમતમાં પ્રસિદ્ધિ મેળવવાનો અર્થ છે પૈસાનો વરસાદ. IPL આવ્યા પછી ખેલાડીઓની કમાણી કરોડોમાં છે. આવી સ્થિતિમાં આ રમતના સુપરસ્ટાર્સની આવકનો અંદાજ તમે લગાવી શકો છો. પરંતુ ગુજરાતમાં રહેતા આ પૂર્વ ખેલાડીની બરાબરી કોઈ કરી શકતું નથી.
એન્ટીલિયાથી પણ મોંઘું ઘર?
ભારતીય સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી, કેપ્ટન રોહિત શર્મા અને પૂર્વ કેપ્ટન એમએસ ધોની જેવા ખેલાડીઓની સંપત્તિ અબજોમાં છે. જોકે, એક એવા ખેલાડી પણ છે જેમણે ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યું નથી, પરંતુ દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયા કરતાં પણ મોંઘા ઘરમાં રહે છે.
કોહલી-ધોની ખૂબ પાછળ
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં
વિરાટ કોહલી, સચિન તેંડુલકર, એમએસ ધોની અને રોહિત શર્મા જેવા ખેલાડીઓની કુલ સંપત્તિ પણ આ ખેલાડીના ઘરની સામે કંઈ નથી. આ ખેલાડીનું નામ છે વડોદરાના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ. એક રાજા અને રાજકારણી હોવાની સાથે સાથે તેઓ ક્રિકેટર પણ રહી ચૂક્યા છે.
બરોડા માટે રણજી ટ્રોફી રમ્યા
સમરજીતસિંહ ગાયકવાડનો જન્મ 1967માં થયો હતો. શાળાના સમયથી જ તેઓ ક્રિકેટ રમતા હતા. તેમણે રણજી ટ્રોફીમાં બરોડાની ટીમનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. તેમણે 1987-88 અને 1988-89માં છ પ્રથમ શ્રેણીની મેચ રમી. તેમણે છ મેચોમાં 17ની સરેરાશથી 119 રન પણ બનાવ્યા. તેમાં એક અર્ધશતક પણ સામેલ છે. તેમનો સર્વોચ્ચ સ્કોર 65 રહ્યો. ત્યારબાદ તેઓ ક્રિકેટ વહીવટમાં આવી ગયા. તેઓ લાંબા સમય સુધી બરોડા ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ રહ્યા. તેઓ 2015માં મોતીબાગમાં પોતાની ક્રિકેટ એકેડેમી ચલાવવા લાગ્યા.
તેમના મહેલની કિંમત
વર્ષ 2012માં પિતાના મૃત્યુ બાદ વારસાગત સંપત્તિને લઈને કાકા સાથે લાંબો વિવાદ પણ ચાલ્યો. અંતે સમરજીતસિંહને લગભગ 20,000 કરોડની કિંમતવાળો લક્ષ્મી વિલાસ પેલેસ મળ્યો. આ મહેલ રહેણાંક મકાનની રીતે ભારતની સૌથી મોંઘી સંપત્તિ ગણાય છે. દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાં સામેલ મુકેશ અંબાણીનું ઘર એન્ટીલિયા પણ આ મામલે સમરજીતસિંહના મહેલ કરતા ઘણું પાછળ છે. કારણ કે એન્ટીલિયાની અંદાજિત કિંમત 15 હજાર કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
500 એકરમાં ફેલાયેલો છે મહેલ
ઉલ્લેખનીય છે કે લક્ષ્મી વિલાસ પેલેસ 1890માં બન્યો હતો. આ ઘર બકિંઘમ પેલેસથી ચાર ગણું મોટું છે. તે 500 એકર જમીનમાં ફેલાયેલું છે. આ ઘરમાં મોદી બાગ પેલેસ અને મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ પણ છે. આ ઘરમાં નાના મોટા થઈને 170 રૂમ છે. ઘરનું ગ્રાઉન્ડ ફ્લોર અહીં ફરવા આવતા લોકો માટે ખુલ્લું મૂકાયેલું છે.
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં





