...

વરસાદ વચ્ચે સ્કૂટરના ટાંકીની રક્ષા કરતા જોવા મળ્યું કંઈક એવું, સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા  અહીં ક્લિક કરીને જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક પાયથન સાપ એક સ્કૂટીના પેટ્રોલ ટાંકીના ઢાંકણને સંપૂર્ણપણે વીંટાળેલો જોવા મળે છે. વરસાદ વચ્ચે જ્યારે લાકડી સાથે પૂરી સાવચેતી સાથે એક વ્યક્તિ સ્કૂટીની સીટ હટાવી રહ્યો છે, પહેલી વખતે સીટ હટતી નથી પરંતુ બીજી વખતે સીટ ઊંચકાય છે.

સાલિક્હત મુલ્લામ્બત નામના ઇન્સ્ટા એકાઉન્ટથી પોસ્ટ થયેલા આ વીડિયો ક્યાંનો છે, ક્યારનો છે તેના વિશે હજુ કોઈ માહિતી સામે આવી નથી. પરંતુ જ્યાં સુધી સોશિયલ મીડિયાના લોકો અને કોમેન્ટ્સની વાત છે તો આ વીડિયો કેરળનો હોવાની શક્યતા છે, કારણ કે નજીકમાંથી કોઈના મલયાલમ બોલવાનો અવાજ આવી રહ્યો છે. આ વીડિયોએ સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખૂબ આકર્ષ્યું છે.

આ વીડિયોની શરૂઆતમાં એક વ્યક્તિ સાવચેતીપૂર્વક સ્કૂટીની સીટ ઊંચકવાનો પ્રયાસ કરી રહ્યો છે, લાકડીની મદદથી ધીમેથી સીટ ઊંચકે છે, ત્યારે નજીકમાંથી કોઈ તેને સાવચેતીથી કરવાનું કહે છે. સીટ ઊંચકાતાં જ દેખાય છે કે એક સાપ પેટ્રોલ ટાંકીને વીંટળાયેલો છે.
સોશિયલ મીડિયા પર એક યુઝરે કોમેન્ટ કરી કે સાપ ચેક કરવા આવ્યો હતો કે ટાંકીમાં પેટ્રોલ છે કે નહીં, તો બીજા એક યુઝરે લખ્યું કે આ એક ભારતીય સાપ છે પેરુમ પામ્બુ, જેમાં ઝેર નથી હોતું.

જુઓ વિડિઓ:

https://www.instagram.com/reel/C8MZqSpJFN2/

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા  અહીં ક્લિક કરીને જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં

Subscribe to our Newsletter

Subscribe to our email newsletter to get the latest posts delivered right to your email.
Pure inspiration, zero spam ✨