...

15 નવેમ્બરથી શનિ આ 5 રાશિના લોકોનો હિસાબ-કિતાબ કરશે, માફી નહીં મળે

[whatsapp_group link=”https://chat.whatsapp.com/BfJEIyk9Zyl63Bdvnj805I” text=”જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં”]

જ્યોતિષશાસ્ત્રમાં શનિને ન્યાયનો દેવતા કહેવામાં આવે છે. શનિ કર્મો અનુસાર ફળ આપે છે. આ સમયે શનિ વક્રી છે અને 15 નવેમ્બરથી શનિ કુંભ રાશિમાં મારગી થવા જઈ રહ્યા છે. આની સાથે જ શનિની કેટલીક રાશિ પર કડક નજર રહેશે. જાણો કઈ રાશિના લોકોએ માર્ચ 2025 સુધી સંભાળીને રહેવું પડશે, કારણ કે શનિ માર્ચ 2025 સુધી કુંભમાં રહેશે.

મેષ રાશિ

શનિનું મારગી થવું મેષ રાશિના જાતકોને તંગ કરશે. આ લોકો પર શનિની ત્રીજી દૃષ્ટિ રહેશે. નોકરી કરતા જાતકોને શનિ અવરોધો અને પડકારો આપશે. કામ અટકશે. પ્રેમ જીવનમાં સમસ્યા થઈ શકે છે. વ્યાપારમાં વિસ્તારની યોજના નિષ્ફળ જઈ શકે છે.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો શનિની સીધી ચાલને કારણે કષ્ટ પામશે. તણાવ રહેશે. વ્યક્તિગત જીવન અસ્તવ્યસ્ત રહી શકે છે. કોઈની સાથે વ્યર્થ વાદવિવાદ ન કરો. કારકિર્દીમાં પણ આ સમય ધૈર્યથી પસાર કરવાનો છે.

સિંહ રાશિ

શનિની મારગી ચાલ સિંહ રાશિવાળાઓને કષ્ટ આપશે. કામનો બોજો રહેશે. સાથે જ તણાવ પણ રહેશે. કમાણી કરતાં વધારે ખર્ચ થશે. જીવનસાથી સાથે બનશે નહીં. કારકિર્દીમાં પ્રગતિ ન મળવાથી મન ઉદાસ રહેશે. વ્યાપારમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે.

મકર રાશિ

મકર રાશિના જાતકોને શનિની સીધી ચાલ આર્થિક નુકસાન કરાવશે. પતિ-પત્ની વચ્ચે વિવાદ થઈ શકે છે. વાતચીત દ્વારા સમસ્યાઓ ઉકેલવી વધુ સારું રહેશે. આર્થિક તંગી અનુભવાશે.

મીન રાશિ

મીન રાશિના જાતકોને શનિ માનસિક અને શારીરિક કષ્ટ આપી શકે છે. તમે ભ્રમ અને દ્વિધાની સ્થિતિમાં રહેશો. સફળતા ન મળવાથી પરેશાન થઈ શકો છો. વ્યક્તિગત જીવન પર ધ્યાન આપો.

[whatsapp_group link=”https://chat.whatsapp.com/BfJEIyk9Zyl63Bdvnj805I” text=”જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં”]

Subscribe to our Newsletter

Subscribe to our email newsletter to get the latest posts delivered right to your email.
Pure inspiration, zero spam ✨