...

શનિના કુંભ ગોચરથી 230 દિવસમાં 3 રાશિઓ થશે ધનવાન, તિજોરીમાં હશે પૈસા જ પૈસા

[whatsapp_group link=”https://chat.whatsapp.com/BfJEIyk9Zyl63Bdvnj805I” text=”જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં”]

શનિ ગોચર ખૂબ જ ધીમી ગતિએ કરે છે. શનિ ગ્રહને એક જ રાશિમાં ફરીથી ગોચર કરવામાં લગભગ 30 વર્ષનો સમય લાગે છે. તેથી 30 વર્ષ પછી 2023થી કુંભ રાશિમાં શનિ બિરાજમાન છે, જે આવતા વર્ષે રાશિ બદલવાના છે. એક રાશિમાં શનિ 2 વર્ષથી વધુ બિરાજમાન રહે છે. વર્તમાનની વાત કરીએ તો શનિ કુંભ રાશિમાં વક્રી એટલે કે ઊલટી ચાલ ચાલી રહ્યા છે. શનિની ચાલ ઊલટી હોય કે સીધી, દરેક રાશિને પ્રભાવિત કરે છે. આવો જાણીએ શનિના કુંભ ગોચરથી 230 દિવસમાં કઈ રાશિઓની કિસ્મત પલટાશે અને શું-શું બદલાવ થઈ શકે છે-

શનિના કુંભ ગોચરનો પ્રભાવ

શનિદેવે 30 વર્ષ પછી 2023માં પોતાની કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો. શનિના કુંભ ગોચરથી શશ નામનો રાજયોગ બન્યો છે. આ રાજયોગ ત્યાં સુધી રહેવાનો છે, જ્યાં સુધી શનિદેવ કુંભ રાશિમાં રહેશે. આ સમયે શનિ વક્રી છે, જે નવેમ્બર મહિનામાં માર્ગી થવાના છે.
ક્યારે અને કેવી રીતે બને છે શશ રાજયોગ?

જ્યોતિષ વિદ્યા અનુસાર જ્યારે શનિ પોતાની ઉચ્ચ રાશિમાં કુંડળીના કેન્દ્ર ભાવમાં અથવા સ્વરાશિમાં બિરાજમાન રહે છે ત્યારે શશ રાજયોગનું નિર્માણ કરે છે. આ રાજયોગ જાન્યુઆરી, 2023થી બન્યો છે, જે માર્ચ 28, 2025 સુધી રહેવાનો છે.

શનિનો કુંભ ગોચર કઈ રાશિ માટે ખાસ?

મેષ રાશિ

મેષ રાશિના લોકો માટે શનિની ચાલ આવનારા 230 દિવસોમાં લાભદાયી સાબિત થઈ શકે છે. શનિના શુભ પ્રભાવથી ઘણા કાર્યોમાં સફળતા મળશે. સમાજમાં તમારી પદ-પ્રતિષ્ઠા વધશે. આર્થિક બાબતોમાં તમારે વિચારીને નિર્ણય લેવાની જરૂર છે. આ દરમિયાન રોકાણના ઘણા નવા વિકલ્પો તમને મળી શકે છે.

સિંહ રાશિ

કુંભ રાશિમાં બિરાજમાન શનિ આવનારા 230 દિવસો સુધી સિંહ રાશિવાળા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોને આર્થિક લાભ થવાની સંભાવના છે. વેપારીઓને ઘણા સારા રોકાણકારો મળી શકે છે. પ્રેમ જીવનમાં થોડા ઘણા ઉતાર-ચઢાવ રહેશે, જેને વાતચીત કરીને નિવારી શકાય છે. કારકિર્દીમાં ઘણા કાર્યો મળી શકે છે, જે તમારી પ્રગતિમાં મદદ કરી શકે છે.

તુલા રાશિ

શનિ આવનારા 230 દિવસોમાં કુંભ રાશિમાં બિરાજમાન રહીને તુલા રાશિવાળા માટે સારા સમાચાર લાવી શકે છે. તમારા જીવનમાં સકારાત્મકતા જળવાઈ રહેશે. સ્વાસ્થ્યમાં થોડા ઘણા ઉતાર-ચઢાવ રહેશે. તેથી આરોગ્ય પર ધ્યાન આપવાની જરૂર છે. વિદ્યાર્થીઓને કોઈ સારા સમાચાર પણ મળી શકે છે. પરિવારના સભ્યો સાથે ફરવા પણ જઈ શકો છો. આર્થિક સ્થિતિ પણ સારી રહેવાની છે.

230 દિવસો સુધી શનિની સાડેસાતી કઈ રાશિ પર?

કુંભ રાશિમાં શનિના ગોચરથી સાડેસાતી અને ઢૈય્યાના ખરાબ પ્રભાવને કારણે 5 રાશિઓએ સાવધાન રહેવાની જરૂર છે. કર્ક રાશિ, વૃશ્ચિક રાશિ, મકર રાશિ, કુંભ રાશિ અને મીન રાશિવાળાઓને શનિ ગ્રહનો ખરાબ પ્રભાવ કષ્ટ આપી શકે છે.

[whatsapp_group link=”https://chat.whatsapp.com/BfJEIyk9Zyl63Bdvnj805I” text=”જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં”]

Subscribe to our Newsletter

Subscribe to our email newsletter to get the latest posts delivered right to your email.
Pure inspiration, zero spam ✨