...

શનિ માર્ગી 2024: મકર અને કુંભ રાશિ પર શું થશે તેની અસર? અહીં જાણો

[whatsapp_group link=”https://chat.whatsapp.com/BfJEIyk9Zyl63Bdvnj805I” text=”જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં”]

જ્યોતિષમાં શનિ ગ્રહને ન્યાયાધીશનું સ્થાન પ્રાપ્ત છે. તે જાતકને તેના કર્મોના આધારે શુભ-અશુભ ફળ પ્રદાન કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ એક રાશિથી બીજી રાશિમાં જવા માટે અઢી વર્ષનો સમય લે છે. આથી તેમને મંદ ગતિની ચાલથી ચાલતો ગ્રહ માનવામાં આવે છે. શનિની ધીમી ગતિને કારણે જાતક પર તેમની અસર લાંબા સમય સુધી રહે છે.

શનિ મકર અને કુંભ રાશિના સ્વામી છે, અને આ રાશિના જાતકો પર તેમની હંમેશા કૃપા રહે છે. પંચાંગ અનુસાર શનિ હાલમાં કુંભ રાશિમાં બિરાજમાન છે, અને હવે તે 15 નવેમ્બર 2024ના રોજ કુંભ રાશિમાં માર્ગી થવાના છે. તેમના માર્ગી થવાથી મકર અને કુંભ રાશિના જાતકો પર શું અસર થશે, આવો જાણીએ.

મેષ રાશિ

શનિનું માર્ગી થવું મેષ રાશિ માટે શુભ રહેવાનું છે. તમારી આવકના નવા સ્ત્રોત બનશે, જેનાથી આર્થિક સ્થિતি પહેલા કરતાં મજબૂત થશે. જ્યોતિષ ગણના અનુસાર શનિ ગ્રહ મેષ રાશિના જાતકો માટે દશમ અને એકાદશ ભાવના સ્વામી થઈને તમારા અગિયારમા ભાવમાં માર્ગી થશે. આ સમયે તમને શુભ પરિણામોની પ્રાપ્તি થશે.

કર્ક રાશિ

શનિના માર્ગી થવાથી કર્ક રાશિવાળાઓની સમસ્યાઓ વધી શકે છે. આ દરમિયાન તમારું સ્વાસ્થ્ય પણ પ્રભાવિત થશે, જેનાથી તણાવની સ્થિતિ રહેશે. જ્યોતિષ ગણના અનુસાર કર્ક રાશિના જાતકો માટે શનિદેવ સાતમા અને આઠમા ભાવના સ્વામી થઈને તમારા અષ્ટમ ભાવમાં માર્ગી થશે. આવા સમયે તમારે કાર્યક્ષેત્રમાં સાવધાની રાખવી પડશે.

મકર રાશિ

શનિના માર્ગી થવાથી મકર રાશિવાળાઓને શુભ ફળોની પ્રાપ્તિ થશે. આવકના નવા અવસરો પ્રાપ્ત થશે. જ્યોતિષ ગણના આધારે મકર રાશિ માટે શનિ ગ્રહ તમારા પહેલા ભાવ એટલે લગ્ન અને બીજા ભાવના સ્વામી છે અને તે તમારા બીજા ભાવ એટલે ધન ભાવમાં માર્ગી થશે. આ દરમિયાન કરિયરથી જોડાયેલી સમસ્યાઓનું પણ નિવારણ થશે. આ સમય તમારો આર્થિક પક્ષ મજબૂત કરશે.

કુંભ રાશિ

કુંભ રાશિ માટે આ સમય ખૂબ જ લાભદાયક છે. તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થશે. આ દરમિયાન કોઈ પદની પ્રાપ્તિ પણ શક્ય છે. શનિના માર્ગી થવાથી તમને મહેનતનું પૂરું ફળ મળી શકે છે, જેનાથી કરિયરમાં સકારાત્મક બદલાવ આવી શકે છે.

[whatsapp_group link=”https://chat.whatsapp.com/BfJEIyk9Zyl63Bdvnj805I” text=”જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં”]

Subscribe to our Newsletter

Subscribe to our email newsletter to get the latest posts delivered right to your email.
Pure inspiration, zero spam ✨