...

આગામી 10 વર્ષમાં શનિની સાડેસાતીનું સમીકરણ બદલાશે, કોઈને વરદાન તો કોઈને ટેન્શન

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા  અહીં ક્લિક કરીને જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં

શનિની ચાલ સાથે શનિની સાડેસાતી પણ બદલાય છે. આગામી 10 વર્ષમાં જોઈએ તો કોઈની સાડેસાતી પૂરી થશે, તો કોઈની શરૂ થશે. શનિદેવ દંડનાયક છે, તે તમારા સારા-ખરાબ કર્મોનું ફળ આપે છે. શનિની મહાદશા, શનિની સાડેસાતી અને શનિની ઢૈયામાં વ્યક્તિ શનિથી પ્રભાવિત થાય છે. તમને જણાવી દઈએ કે જે રાશિમાં કુંભ હોય છે, તેની પહેલાંની અને પછીની એક રાશિ પર સાડેસાતી હોય છે. હાલમાં શનિ કુંભ રાશિમાં છે. અત્યારે મકર, કુંભ અને મીન પર શનિની સાડેસાતી ચાલી રહી છે. ત્યારબાદ શનિ મીન રાશિમાં આવશે. આ રીતે કુંભ, મીન અને મેષ રાશિ પર

શનિની સાડેસાતી શરૂ થઈ જશે.

આગામી દસ વર્ષની વાત કરીએ તો સમીકરણ બિલકુલ બદલાઈ જશે. 2034માં સિંહ રાશિવાળા પર શનિની સાડેસાતી 13 જુલાઈ 2034થી શરૂ થઈને 29 જાન્યુઆરી 2041 સુધી ચાલશે. કન્યા રાશિ પર શનિની સાડેસાતીનો આરંભ 27 ઓગસ્ટ 2036થી થશે અને તેનો અંત 12 ડિસેમ્બર 2043ના રોજ થશે. તુલા રાશિના લોકો પર શનિની સાડેસાતી 22 ઓક્ટોબરથી શરૂ થશે અને તેનો અંત 8 ડિસેમ્બર 2046ના રોજ થશે.

જે લોકો શનિની સાડેસાતી કે ઢૈયાથી પીડિત હોય તેમણે બધાનો આદર કરવો જોઈએ, કોઈનું અપમાન કે ગરીબોને સતાવવા નહીં જોઈએ. શક્ય હોય તો બધાની મદદ કરવી જોઈએ.

શનિની સાડેસાતીના કેટલા તબક્કા હોય છે?

જ્યારે શનિદેવ કોઈ રાશિના બીજા અને 12મા ભાવ કે રાશિમાં રહે છે, ત્યારે તે રાશિ પર શનિની સાડેસાતી શરૂ થાય છે. સાડેસાતીનો પ્રભાવ ત્રણ તબક્કાનો હોય છે, જે દર અઢી-અઢી વર્ષના ત્રણ તબક્કા હોય છે. આ રીતે સાડેસાતીની સંપૂર્ણ અવધિ સાડા સાત વર્ષની હોય છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા  અહીં ક્લિક કરીને જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં

Subscribe to our Newsletter

Subscribe to our email newsletter to get the latest posts delivered right to your email.
Pure inspiration, zero spam ✨