ભારતીય ક્રિકેટ ટીમ નો અભિન્ન ભાગ બની ગયેલો ઓપનર શુભમન ગિલ આ દિવસો માં ખૂબ જ ચર્ચામાં છે. તેઓ માત્ર ક્રિકેટ ના મેદાન પર જ ચાહકો ના દિલ જીતી શકતા નથી, પરંતુ સોશિયલ મીડિયા પર પણ તેમનો દબદબો રહે છે. ક્રિકેટ ના મેદાન ની બહાર પણ ગિલ વિશે ઘણી ચર્ચા થાય છે.
તેની રમત ની સાથે, શુભમન ગિલ બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન અને ક્રિકેટ ના ભગવાન સચિન તેંડુલકર ની પુત્રી સારા તેંડુલકર સાથે ના જોડાણ ને કારણે પણ ચર્ચા માં આવે છે. ગિલ હાલ માં ઈન્સ્ટા પર પોસ્ટ કરેલા તેના એક વીડિયો ને લઈ ને ચર્ચા માં છે.
શુભમન ગિલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર થી થોડા કલાકો પહેલા એક વીડિયો પોસ્ટ કર્યો હતો. સૌથી પહેલા તમને જણાવી દઈએ કે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ની ત્રણ T20 ઈન્ટરનેશનલ સીરીઝ ની છેલ્લી અને નિર્ણાયક મેચ 1 ફેબ્રુઆરી એ અમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી.
આ મેચ માં ગિલ ના બેટ માં આગ લાગી હતી. તેણે કિવી બોલરો ને જોરદાર રીતે ફટકાર્યા હતા. તેણે માત્ર 63 બોલમાં અણનમ રહીને 126 રન ની ઇનિંગ રમી હતી. આ મેચ દરમિયાન એક છોકરી ની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. છોકરી એ હાથ માં પોસ્ટર પકડ્યું હતું. તેના પર લખ્યું હતું કે, “Tinder, match with Shubman…”.
હવે ગિલે પણ તે મહિલા ફેન ને જવાબ આપ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરતા ગિલે લખ્યું, “જોઈ તો લીધું હવે તમે જુઓ ધ્યાન થી”. જોકે ગિલે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, “આ બધું માત્ર એક જાહેરાત માટે છે જે ટિંડરે માર્કેટિંગ હેઠળ કર્યું છે”.
View this post on Instagram
ભારતીય ટીમ હવે ચાર મેચ ની ટેસ્ટ શ્રેણી માં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. પ્રથમ ટેસ્ટ મેચ 9 ફેબ્રુઆરી થી નાગપુર માં રમાશે. ટીમ ઈન્ડિયા નાગપુર પહોંચી ગઈ છે. દરમિયાન નાગપુર માં શુભમન ગિલ ને લઈને હોર્ડિંગ્સ લગાવવા માં આવ્યા છે. પ્રશંસકો ની સાથે ભારતીય ફાસ્ટ બોલર ઉમેશ યાદવે પણ આ વાત પર ગિલ ની મજા માણી છે. ઉમેશ યાદવે ટ્વીટ કરી ને લખ્યું છે કે, આખું નાગપુર શુબમન ગિલ બોલી રહ્યું છે, હવે જુઓ.
Poora Nagpur bol raha hai, @ShubmanGill ab toh dekh le pic.twitter.com/9iaW2BBtZY
— Umesh Yaadav (@y_umesh) February 3, 2023
ગિલ ના વિડિયો પર કમેન્ટ કરતાં બોલર અર્શદીપ સિંહે લખ્યું, ‘ના યાર’. અનુભવી યુવરાજ સિંહે પણ પ્રતિક્રિયા આપી હતી. તે જ સમયે, એક યુઝરે લખ્યું કે, “સારા ભૂલી ગયા”. બીજાએ લખ્યું કે, “ભાઈ, ક્રિકેટ માંથી ધ્યાન ન ગુમાવો”.