જ્યોતિષ અનુસાર, જલ્દી જ કન્યા રાશિમાં 3 મહત્વપૂર્ણ ગ્રહોનો યોગ થવા જઈ રહ્યો છે, જેનાથી બુધાદિત્ય યોગ અને ત્રિગ્રહી યોગ બનશે. આ શુભ યોગો કેટલીક રાશિઓ માટે અદ્ભુત ફળદાયી સાબિત થશે.
17 સપ્ટેમ્બર 2024ના રોજ સૂર્ય ગોચર
ગ્રહોના રાજા સૂર્ય 17 સપ્ટેમ્બર 2024ના રોજ ગોચર કરવા જઈ રહ્યા છે. સૂર્ય ગોચર કરીને કન્યા રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં પહેલેથી જ કેતુ ગ્રહ મોજૂદ છે. સૂર્ય અને કેતુનું મિલન મહત્વપૂર્ણ બદલાવ લાવે છે.
23 સપ્ટેમ્બર 2024ના રોજ બુધ ગોચર
23 સપ્ટેમ્બરના રોજ ગ્રહોના રાજકુમાર બુધ ગોચર કરીને કન્યા રાશિમાં પ્રવેશ કરશે. આ રીતે કન્યા રાશિમાં સૂર્ય, બુધ અને કેતુનો જમાવડો લાગશે. આનાથી કન્યા રાશિમાં ત્રિગ્રહી યોગ બનશે. સાથે જ સૂર્ય-બુધની યુતિથી બુધાદિત્ય યોગ બનશે. આ બંને શુભ યોગો બધી 12 રાશિઓ પર પ્રભાવ પાડશે પરંતુ 3 રાશિઓ માટે વિશેષ શુભ રહેશે.
તુલા
તુલા રાશિના જાતકો માટે આ ત્રિગ્રહી યોગ સકારાત્મક પ્રભાવ આપશે. આત્મવિશ્વાસમાં વધારો થશે, તમે એક પછી એક સફળતા મેળવશો. માન-સન્માન વધશે. બીમારીઓ દૂર થશે. નવું કામ શરૂ કરી શકશો.
વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના લોકોને પણ આ યોગ આકસ્મિક ધનલાભ કરાવશે. અનેક સ્ત્રોતોથી પૈસા મળશે. અટકેલા કામ એકાએક ચાલુ થઈ જશે. રોકાણથી લાભ થશે. તબિયત સારી રહેશે.
મકર
મકર રાશિના લોકો માટે ત્રિગ્રહી યોગ સફળતાદાયક સાબિત થશે. તમારું પદ, પૈસા અને સત્તા વધશે. ખર્ચ પર પણ અંકુશ આવશે. બેંક બેલેન્સ વધશે. કોઈ મહત્વપૂર્ણ કામ પૂરું થશે. સમય આનંદમાં વીતશે.