આજના આ વિશેષ લેખમાં અમે તમને તારક મહેતા શોના એવા સિતારાઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેઓ શોમાં તો પરણિત વ્યક્તિનું પાત્ર ભજવી રહ્યા છે પણ વાસ્તવિક જીવનમાં તેઓ કુંવારા છે. તો ચાલો આપણે જાણીએ કે આ યાદીમાં કોણ કોણ શામેલ છે.
બાવરી :-
આ શોમાં બાઘાની પાછળ દિવાની બાવરીને દરેક વ્યક્તિ જાણે છે. જ્યારે તે સ્ક્રીન પર આવે છે ત્યારે દરેકના મોઢા પર સ્માઈલ આવી જાય છે. બાવરીનું અસલી નામ મોનિકા ભદૌરીયા છે પંરતુ શું તમે જાણો છો કે વાસ્તવિક જીવનમાં તેને હજી સુધી પોતાનો બાગા મળ્યો નથી અને તે સિંગલ છે. મોનિકાએ કોઈ કારણોસર વર્ષ 2018 માં સિરિયલ છોડી દીધી હતી.
રોશન સિંહ સોઢી :-
સરદાર રોશનસિંહ સોઢીનું પાત્ર ભજવીને લોકોના ચહેરા પર હાસ્ય લાવનાર અભિનેતા ગુરચરણ સિંહ હંમેશાં તેની પત્ની રોશન સાથે પ્રેમ કરતા જોવા મળે છે પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે તે આજ સુધી વાસ્તવિક જીવનમાં સિંગલ છે. આપને જણાવી દઈએ કે ગુરુચરણે કેટલાક કારણોસર વર્ષ 2013 માં શો છોડી દીધો હતો. પરંતુ આજે પણ તેનું પાત્ર લોકોના દિલમાં અકબંધ છે.
બબીતાજી :-
આ શોમાં બબીતા એ એયર એટલે કે કૃષ્ણન સુબ્રમણ્યમ ઐયરની પત્નીની ભૂમિકા નિભાવવા માટે જાણીતી અભિનેત્રી મુનમુન દત્તા હજી પણ વાસ્તવિક જીવનમાં સિંગલ છે. મુનમૂન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને લોકોને તેની સ્ટાઇલથી દિવાના કરે છે.
અંજલિ મહેતા :-
ગોકુલધામ સોસાયટીના સમજુ વ્યક્તિ તારક મહેતાની પત્ની અંજલિ ભાભીની ભૂમિકા નિભાવનારી અભિનેત્રી નેહા મહેતાએ હજી સુધી કોઈને પણ વાસ્તવિક જીવનમાં પોતાનો જીવનસાથી બનાવ્યો નથી.
ઐયર ભાઈ :-
તનુજ મહાશબ્દે એટલે કે આપણી ગોકુલધામ સોસાયટીના કૃષ્ણન ઐયર હજી પણ વાસ્તવિક જીવનમાં સિંગલ છે. તે જ સમયે શોમાં તેઓ શોની સૌથી સ્ટાઇલિશ મહિલા બબીતાના પતિ છે.