ભૂતકાળ માં, દક્ષિણ ભારતીય સિનેમા ના સુપરસ્ટાર ધનુષ અને અભિનેત્રી મીના ના અફેર ના સમાચાર હેડલાઇન્સ માં હતા. એક તરફ મીના પોતાના પતિ ને ગુમાવવા ના શોક માં છે તો બીજી તરફ ધનુષ નો તેની પત્ની ઐશ્વર્યા સાથે છૂટાછેડા નો કેસ ભૂતકાળ માં ચાલી રહ્યો હતો.
ધનુષ અને મીના બંને અંગત જીવન માં એકલા પડી ગયા હતા. આ દરમિયાન એવા અહેવાલો આવ્યા હતા કે બંને એ એકબીજા ને ડેટ કરવાનું શરૂ કરી દીધું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બંને આ વર્ષ ના મધ્ય માં જૂન-જુલાઈ માં લગ્ન કરી શકે છે. જો કે હવે અભિનેત્રીએ આ મામલે પોતાનું મૌન તોડ્યું છે.
મીનાએ આ અફવાઓને સદંતર ફગાવી દીધી છે. તેણે ધ્યાન દોર્યું છે કે તેનું અને ધનુષનું કોઈ અફેર નથી. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં દક્ષિણ ભારતીય અભિનેત્રીએ આ બાબતે વાત કરી છે. આ સાથે જ તેણે પોતાના બીજા લગ્નના સમાચાર પર પણ મૌન તોડ્યું છે.
મીના એ તેના તાજેતર ના એક ઇન્ટરવ્યુ માં ધનુષ સાથેના તેના અફેર અને બીજા લગ્નના સમાચાર પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેના જવાબમાં તેણે કહ્યું હતું કે, ‘તે હજુ સુધી તેના પતિ ના જવા ના દુ:ખ ને ભૂલી શકી નથી. તેઓ હજુ પણ માની શકતા નથી કે તે ત્યાં નથી.
વધુ એક ઇન્ટરવ્યુ માં મીના એ જણાવ્યું કે, “તે હવે તેની કારકિર્દી અને અભિનય પર ધ્યાન આપી રહી છે. તે સારી ફિલ્મો અને વાર્તા ની શોધ માં છે. તે પોતાની દીકરી ને સારું ભવિષ્ય આપવા માંગે છે. તેણી તેને તેના જીવન નો એક મહત્વપૂર્ણ ભાગ માને છે.
મીના ના પ્રથમ લગ્ન વર્ષ 2009 માં થયા હતા, 2022 માં પતિ નું અવસાન થયું હતું
46 વર્ષીય મીના દક્ષિણ ભારતીય સિનેમાની જાણીતી અભિનેત્રી છે. તેઓ વર્ષો થી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં સક્રિય છે. વર્ષ 2009 માં તેણે પહેલીવાર લગ્ન કર્યા હતા. તેણી ના લગ્ન વિદ્યાસાગર સાથે થયા હતા. મીના ના પતિ નું વર્ષ 2022 માં ફેફસા ના ઈન્ફેક્શન ને કારણે અવસાન થયું હતું.
મીના એક પુત્રી ની માતા છે
મીના અને વિદ્યાસાગર લગ્ન બાદ એક પુત્રીના માતા-પિતા બન્યા હતા. અભિનેત્રીની પુત્રીનું નામ નૈનિકા છે. પતિના અવસાન બાદ તે એકલા હાથે દીકરીનો ઉછેર કરી રહી છે.
ધનુષ બે બાળકોનો પિતા પણ છે
ધનુષ ની વાત કરીએ તો તેણે વર્ષ 2004 માં મેગાસ્ટાર રજનીકાંત ની પુત્રી ઐશ્વર્યા રજનીકાંત સાથે લગ્ન કર્યા હતા. બંને બે બાળકો યાત્રા રાજા, લિંગ રાજા ના માતા-પિતા છે. ધનુષ અને ઐશ્વર્યા ના છૂટાછેડા નો કેસ હેડલાઇન્સ માં આવ્યા બાદ ધનુષ નું નામ મીના સાથે જોડાયું હતું. જો કે મીનાએ હવે નિવેદન આપીને આવી અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું છે.









