બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાને હાલમાં જ તેની આગામી ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે અને આ દિવસોમાં તે તેના પરિવાર સાથે સમય વિતાવી રહી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર ફોટો શેર કરતી રહે છે.
તાજેતરમાં સારા અલી ખાને સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, જેમાં સારા સૈફની ચાની દુકાનની બહાર બેઠેલી જોવા મળે છે. જોકે આ દુકાન તેના પિતા સૈફની નથી. તે ફક્ત દુકાનની બહાર બેઠેલા કેમેરા માટે પોઝ આપી રહી છે અને તેની પાછળ લખ્યું છે, ‘સૈફ ચાય વાલા’.
આ તસવીર સાથે સારાએ લખ્યું છે, ‘હું મારા પિતાને પ્રેમ કરું છું’. આ તસવીર અને સારાના કેપ્શનને જોતા લાગે છે કે આ દુકાન સૈફ અલી ખાનની છે પરંતુ એવું નથી. આ દુકાનના માલિકનું નામ પણ સૈફ છે અને દુકાનની બહાર ‘સૈફ’ નામ જોઇને અભિનેત્રીને તેના પિતાની યાદ આવી જ હશે, જેના કારણે અભિનેત્રીએ આ તસવીર શેર કરી છે.
તમને જણાવી દઈએ કે તાજેતરમાં સારા અલી ખાન, ધનુષ અને અક્ષય કુમારની સ્ટારર ફિલ્મ ‘અતરંગી રે’નું શૂટિંગ પૂર્ણ થયું છે. સારાએ ખુદ સોશિયલ મીડિયા પર ફિલ્મના સેટ પરથી અક્ષય અને ધનુષના તેના ક્યારેક ના જોયેલા ફોટા શેર કરીને ચાહકોને માહિતી આપી હતી. આ ઉપરાંત, તેણે ફોટાની સાથે દિગ્દર્શક આનંદ એલ રાય, અક્ષય, ધનુષ અને ફિલ્મની આખી ટીમ માટે એક વિશેષ ભાવનાત્મક નોંધ પણ શેર કરી. આ ફિલ્મનું શૂટિંગ લગભગ એક વર્ષ બાદ પૂર્ણ થયું છે.