સર્જરી બાદ પત્ની ગૌરી સાથે અમેરિકા થી પરત ફર્યા શાહરૂખ ખાન, મુંબઈ એરપોર્ટ પર આ હાલત માં જોવા મળ્યો કિંગ ખાન

શાહરૂખ ખાન નાક ની સર્જરી બાદ 5 જુલાઈ એ અમેરિકા થી ભારત પરત ફર્યો હતો. તે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. શાહરૂખ ને તાજેતર માં લોસ એન્જલસ માં શૂટિંગ દરમિયાન ઈજા થઈ હતી. તેણે નાક ની સર્જરી કરાવવી પડી. શાહરૂખ ખાન એકદમ પરફેક્ટ લાગતો હતો, જેના કારણે ફેન્સ ખુશ છે.

shah rukh khan returns back from america after nose surgery spotted at mumbai airport | Sandesh

શાહરૂખ ખાન થોડા દિવસો પહેલા લોસ એન્જલસ માં શૂટિંગ દરમિયાન ઘાયલ થયો હતો, ત્યારબાદ તેણે સર્જરી કરાવવી પડી હતી. જોકે હવે શાહરૂખ ઠીક છે અને તે દરમિયાન તે 5મી જુલાઈ એ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. શાહરૂખ સવારે પત્ની ગૌરી ખાન અને પુત્ર અબરામ સાથે અમેરિકા થી પરત ફર્યો હતો. તેણે અમીરાત ની ફ્લાઈટ લીધી, જે દુબઈ થઈ ને મુંબઈ પહોંચી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

પાપારાજી એ શાહરૂખ ખાન ને એરપોર્ટ પર જોઈને ઘેરી લીધો અને તેની તબિયત વિશે પૂછવા લાગ્યા. પરંતુ શાહરૂખે કોઈ જવાબ ન આપ્યો. તેણે ઉતાવળ માં જોયું અને કાર માં બેસી ગયો. એરપોર્ટ ની બહાર નીકળતી વખતે શાહરૂખે કેપ પહેરી હતી અને થોડી ઉતાવળ માં જોવા મળ્યો હતો. જોકે, શાહરૂખ ફિટ દેખાતો હતો, જેના કારણે ચાહકો એ રાહત નો શ્વાસ લીધો હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

સર્જરી બાદ પાછો ફર્યો કિંગ ખાન, ફીટ દેખાય છે

શાહરૂખ લોસ એન્જલસ માં તેની આગામી ફિલ્મ નું શૂટિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેના ચહેરા અને નાક માં ઈજા થઈ હતી. રક્તસ્ત્રાવ બંધ થતો ન હતો, તેથી તેને રોકવા માટે સર્જરી કરવી પડી. અહેવાલ માં જણાવવા માં આવ્યું છે કે શાહરૂખ ખાન સર્જરી બાદ મુંબઈ પરત ફર્યો છે અને ઘરે આરામ કરી રહ્યો છે. પરંતુ તે 5મી જુલાઈ ની સવારે લોસ એન્જલસ થી પરત ફર્યો હતો.

Video: Shah Rukh Khan spotted at Mumbai airport amid news of on-set injury, video-shah-rukh-khan-spotted-at-mumbai-airport-amid-news-of-on-set-injury

શાહરૂખ ઘણી વખત ઘાયલ થયો હતો, સર્જરી કરાવવી પડી હતી

હવે શાહરૂખ ત્યાં કઈ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો તેની માહિતી ઉપલબ્ધ નથી. બીજી તરફ જ્યારે શાહરૂખની ટીમનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેઓએ પણ અભિનેતાની સર્જરીની જાણકારી હોવાનો ઈન્કાર કર્યો હતો. તે જાણીતું છે કે શાહરૂખ તેની કારકિર્દી માં ઘણી વખત ઇજાગ્રસ્ત થયો હતો અને સર્જરી કરાવી હતી. વર્ષ 2013 માં ફિલ્મ ‘ચેન્નઈ એક્સપ્રેસ’ ના શૂટિંગ બાદ શાહરૂખે આઠ સર્જરી કરાવવી પડી હતી. અગાઉ 2009 માં શાહરૂખ ને ડાબા ખભા માં ઈજા થઈ હતી, જેની સર્જરી કરવા માં આવી હતી. વર્ષ 2017 માં ફિલ્મ ‘રઈસ’ ના શૂટિંગ દરમિયાન શાહરૂખ ને ચહેરા અને ઘૂંટણ પર ઈજા થઈ હતી. આ કારણે તેણે સર્જરી કરાવવી પડી હતી.

Shah Rukh Khan spotted with Gauri Khan hours after reports of nose surgery; looks perfectly healthy | Photo | Celebrities News – India TV

આ ફિલ્મો માં શાહરૂખ જોવા મળશે

શાહરૂખ ટૂંક સમય માં જ 7 સપ્ટેમ્બરે રિલીઝ થનારી ફિલ્મ ‘જવાન’ માં જોવા મળશે. આ સિવાય તે ‘ડંકી’ અને ‘ટાઈગર 3’ માં કેમિયો માં જોવા મળશે. 2024 માં તે સલમાન ખાન સાથે ‘ટાઈગર વર્સિસ પઠાણ’ નું શૂટિંગ શરૂ કરશે.